મહેસાણા નજીક આવેલ હોસ્ટેલ મા રહેતી અને એક કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય યુવતી અને ઉદલપુર ગામે રહેતા વ્રજ પટેલ પણ એજ કોલેજમાં અભ્યાસ કરતો હતો.અભ્યાસ દરમિયાન યુવક યુવતી વચ્ચે અગાઉ મિત્રતા હતી યુવતી જે હોસ્ટેલ માં રહેતી ત્યાં તેને ડરાવી ધમકાવી હોસ્ટેલ માંથી રજા લેવડાવી યુવતીને 28 ડિસેમ્બર ના રોજ પોતાના ઘરે ઉદલપુર લઈ ગયો હતો એ દરમિયાન રાત્રીના સમયે વ્રજ પટેલ નામના યુવકે પોતાના ઘરમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું અવારનવાર યુવતી ને ફોટો બતાવી બ્લેકમેલ કરતો અને ફોટોગ્રાફ કોલેજ માં બધાને બતાવી દેવાની ધમકીઓ આપતો હતો.
લગ્નની લાલચ આપી કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલ મા રહેતી વિદ્યાર્થીની સાથે તેની જ કોલેજમાં અભ્યાસ કરતા યુવકે યુવતીને પોતાના ઘરે લઇ જઇ લગ્નની લાલચ આપી ત્રણ થી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ યુવતી સાથે લગ્ન ન કરતા યુવતીએ મહેસાણા તાલુકા પોલીસ મા દુષ્કર્મ અંગે.મહેસાણા તાલુકા પોલીસ મા યુવતીએ વ્રજ પટેલ વિરુદ્ધ કલમ.64(2)(એમ),87,351(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી.