ખેડા તાલુકાની કેનાલપટ્ટી વિસ્તારમાં રંગભારતી વિદ્યાપીઠના નામે ઓળખાતી સુવિખ્યાત શૈક્ષણિક સંસ્થાના સ્થાપના સ્વ. બંસીભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્ષિક ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાનીaજૂ કરવામાં આવી હતી. જેમાં ડાન્સ, લોકગીત, બાળગીત, ગરબા અને આદિવાસી નૃત્ય વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ક્રાંતિકારી સંત માર્ગીયસ્મિતજી, સમાજસેવક દિનેશભાઈ લાઠીયા, એપીએમસીના ચેરમેન ભગવાનસિંહ ચાવડા, દાતાઓ રાજેશભાઈ જાની, નુતનભાઇ રાવલ અને કનુભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય જયેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.