સોના ચાંદીના દાગીના,સરસામાન, અનાજ,સહિત આગમાં બળી ને ખાક,પરિવારજનો નો બચાવ.
સુઇગામ તાલુકાના બેણપ ગામની સીમમાં ખેતરમાં ઝૂંપડું બનાવી 9 જણના પરિવાર સાથે રહેતા જાખેસરા દલાભાઈ રવાભાઈના ઝૂંપડામાં ગુરુવારની મધ્યરાત્રીએ આકસ્મિક આગ લાગતાં ઝૂંપડામાં મીઠી નિંદર માણી રહેલા પરિવારજનો બેબાકળા બની જીવ બચાવવા ઝુંપડા બહાર દોડી ગયા હતા,પરિવારજનો એ બુમાબુમ કરતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા,અને આગ ઓલવવા મથામણ કરી હતી, પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઝૂંપડામાં રહેલ ખાટલા,ગોદડાં, કપડાં,વાસણો,સોના ચાંદીના દાગીના,અનાજ સહિત ઘરવખરીનો તમામ સમાન આગમાં ભસ્મીભૂત થઈ જતાં ગરીબ પરિવાર સાવ નોંધારો બની ગયો હતો,ઘટનાની જાણ થતાં સવારે ગ્રામજનો દોડી આવ્યા હતા,અને પરિવારજનોને સાંત્વના આપી હતી.
ગામના સરપંચ દુઃખની ઘડીએ વ્હારે આવ્યા.
બેણપ ગામના યુવા સરપંચ પરાગજી રાજપૂતને આ અંગે જાણ થતાં તેઓ પીડિત પરિવારના ખેતરે દોડી આવ્યા હતા,અને પોતાની ગાડી લઈ સુઇગામની લાટી માંથી 22 હજારની કિંમતના સિમેન્ટના પતરાં, લોખંડની ઇંગલો લાવી આપી,ઘરના સભ્યો માટે ખાધા ખર્ચી ના સમાન માટે રૂ.6 હજાર રોકડ આપી દુઃખના સમયે મદદ કરી હતી,જે અંગે પીડિત પરિવારે સરપંચનો આભાર માન્યો હતો.