મહેસાણા ખાતે ચૌધરી સમાજના ટોપર વિદ્યાર્થીઓ તથાવર્ગ ૧-ર ના નવનિયુકત અધિકારીઓને સન્માનિત કરાયા
(ગરવી તાકાત) મહેસાણા તા.ર૯
સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૌધરી (આંજણા) સમાજના વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ-સામાન્ય પ્રવાહ તેમજ યુનિવર્સીટીમાં ટોપ-ગોલ્ડ મેડાલીસ્ટ તરીકે પરિણા મેળવનાર વિદ્યાર્થીઓ તથા વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ સુધી વર્ગ- ૧ અને ર ના અધિકારી નિમણુંક પામેલા અધિકારીશ્રીઓ તેમજ રાષ્ટ્રીય સ્તરે કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સન્માન (એવોર્ડ) મેળવેલ ચૌધરી (આંજણા ) સમાજના યશકલગી સમાન માટે મહેસાણા ખાતે કેશવ અર્બુદા ભવન, દૂધસાગર ડેરી સામે, રામોસણા રેલવે ફાટક પાસે, હાઈવે ખાતે તેજસ્વી સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલમા ધોરણ ૧રની પરિક્ષામાં વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહમાં સારા ટકા મેળવી ઉત્તીર્ણ થયેલ ચૌધરી સમાજના વિદ્યાર્થીઓને આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્ય દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા યુનિવર્સીટીમાં ટોપ કરી અલગ અલગ પદવી મેળવનાર વિદ્યાર્નીઓને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સન્માન સમારોહમાં ધોરણ ૧ર વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા તેમજ યુનિવર્સીટીમાં ટોપર- ગોલ્ડ મેડાલીસ્ટ તરીકે પરિણામ મેળવનાર ૧૦૬ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ તથા સન્માનપત્ર સન્માનીત કરવામાં આવ્યા હતા. તથા વર્ગ-૧-રના અધિકારી તરીકે નિમણુંક પામેલા ચૌધરી (આંજણા) સમાજના પ૭ અધિકારીઓને યુવક મંડળ તરફથી ખેશ તથા મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
જેમાં વર્ગ-૧ ના ૧૦ અધિકારીઓ હતા અને કલાસ-ર ૪૭ સમાજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ચૌધરી સમાજ (આંજણા) સમાજના અગ્રણીઓએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્ય દ્વારા સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવનાર લોકોનું સન્માન કરવામાં આવે છે તે ખુબજ સરસ છે. આવા કાર્યક્રમ સતત ચાલુ રહે તેવી આશા વ્યકત કરી હતી.
પ્રસંગે સમારંભના અધ્યક્ષ શ્રી મણીલાલકે.ચૌધરી (પ્રમુખ, વિશ્વ આંજણાધામ) તથા અતિથિ વિશેષ તરીકે સર્વશ્રી સરદારભાઈ ચૌધરી (ધારાસભ્ય ખેરાલુ), કનુભાઈ ચૌધરી (ડિરેકટરશ્રી, દૂધસાગર ડેરી, મહેસાણા), ર્ડા. રેખાબેન ચૌધરી (બનાકાસંઠા), ઋતુરાજભાઈ પટેલ (વાઈસ ચેરમેનશ્રી, સાબર ડેરી, સાબરકાંઠા) ઉપસ્થિત રહીને સન્માનિત લોકોને આવકાર્યા હતા .આ કાર્યક્રમમાં વિશેષ આમંત્રિત મહેમાન સર્વશ્રી કાનભાજીભાઈ ચોધરી (પ્રમુખ આદર્શ વિદ્યા સંકુલ,વિસનગર), શ્રી સગરામભાઈ ચોધરી (પ્રમુખશ્રી, અખિલ આંજણા કેળવણી મંડળ, ફતેહગઢ-રાપર), શ્રી દિલીપભાઈ જે. ચૌધરી (સિન્ડીકેટ મેમ્બર, ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ), શ્રી ધિરેનભાઈ બી. ચૌધરી (પ્રમુખશ્રી, કિસાન ભારતી વિદ્યાસંકુલ, મેવડ), શ્રી કનુભાઈ પટેલ (બાયડ) (પૂર્વ ચેરમેન, ખેતીબેંક, ગુજરાત રાજ્ય) ઉપસ્થિત રહ્યા હતા.
નિમંત્રક તરીકે સર્વશ્રી ચંદ્રેશભાઈ જે.ચૌધરી (પ્રમુખશ્રી), શ્રી સંજય એ. ચૌધરી (મહામંત્રી), શ્રી સંજય એન. ચૌધરી( પ્રોગ્રામ કન્વીનરશ્રી), શ્રી નિખીલી જે. પાટણ (કન્વીનરશ્રી), શ્રી પ્રવિણભાઈ આઈ. ચૌધરી (સહકન્વીનરશ્રી), શ્રી અરવિંદ આર. ચૌધરી (તંત્રીશ્રી) તથા સમગ્ર કારોબારી આંજણા યુવક મંડળ, ગુજરાત રાજ્યના તમામ સભ્યો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.