વિસનગરનો એક યુવક નોકરીની લાલચે છેતરાતાં તેને પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ મામલે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં નોકરીની લાલચ આપી પૈસા પડાવતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એસટી વિભાગમાં જુદી જુદી પોસ્ટની નોકરીની લાલચ આપી યુવક પાસે 59,05,000/- રૂપીયા પડાવ્યા હતા. પરંતુ યુવકને નોકરી નહી મળતા આખરે તેને પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
વિસનગરના દેણપ ગામના યુવક પાસેથી પાટણના સેવાળા ગામના રાકેશ પટેલ અને કલોલના લલિત મકવાણાએ એસટી વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા. આરોપીઓએ અમદાવાદ સેન્ટ્રલ ઓફિસમાં સેક્શન ઓફિસર હોવાનું જણાવેલ હતુ. જેમાં તેઓ રાજ્ય સેવક જેવો પોશાક પહેરી બનાવટી પગાર સ્લીપ બતાવી યુવકનો વિશ્વાષ જીત્યો હતો. આથી યુવકે નોકરીની લાલચે રૂ.59,05,000 આપ્યા હતા. પરંતુ યુવકને નોકરી નહી મળતા તેને પૈસા પરત માંગ્યા હતા. પરંતુ પૈસા પરત નહી મળતા યુવકે આખરે બન્ને આરોપીઓ વિરૂધ્ધ વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો – જુનાગઢના માળીયા હાટીનામાં શિક્ષક સહીત 4 શખ્સોએ ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો !
આ ફરિયાદ આધારે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવી બન્ને આરોપીઓને મહેસાણાની રામોસણા ચોકડી પાસેથી ઝડપી પાડ્યા છે. જેમાં એલસીબીની ટીમે બાતમી આધારે આરોપીઓને કાર સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ પોતાનો ગુનો સ્વીકારી લેતાં તેમને વિસનગર પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.