garvi takat;-વિસનગર કોરોના મહામારી સતત વધી રહી છે ત્યારે વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા આ કપરા સમયમાં સેવા પુરી પાડવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઓક્સિજનની અછતને લઈ સમસ્યા સર્જાઈ અને કેટલાક દર્દીઓના જાન જોખમમાં ન મૂકાય અને આવી સમસ્યા હોસ્પિટલમાં બીજીવાર ન સર્જાય તે માટે સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ તાત્કાલિક અમેરિકાથી પરત આવી આ મહામારીને નાથવા માટે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માટે ૫૦ લાખની જરૂર હોય તેઓએ દાતાઓને ફક્ત એક અપીલ કરી હતી. જેની સામે બે દિવસમાં લોકોએ દાનની ગંગા વહેતી કરી ૫૦ લાખ ઓક્સિજન સામે ૧.૮૦ કરોડનું દાન મળતા તે ખરીદી લેવામાં આવ્યું હતું. નૂતન જનરલ હોસ્પિટલના ચેરમેન પ્રકાશભાઈ પટેલે સરાહનીય કામ કરતાં અને દાતાઓ દ્વારા મોટા દાનની સરવાણી વહાવતાં નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો. કોરોનાની મહામારીને બીજી લહેરમાં ઓક્સિજનની અછત ઊભી થતાં દર્દીઓના સગાઓમાં દોડધામ જોવા મળી રહી છે. મહામારીમાં ઓક્સિજન સરળતાથી મળી રહે તે માટે નૂતન જનરલ હોસ્પિટલમાં આવેલી દાનની રકમમાંથી ઓક્સિજન પ્લાન્ટ ટૂંક સમયમાં જ સ્થાપવામાં આવશે. જેથી વિસનગર ખાતેથી સરળતાથી ઓક્સિજન મળી રહેશે. વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલ 280 બેડને ઓક્સિજન આપી શકે તે માટેની તૈયારી હાથ ધરાઈ છે. જેમાં આ હોસ્પિટલમાં 13000 લીટર લીકવીડ ઓક્સિજનનો પ્લાન્ટ નૂતન જનરલ હોસ્પિટલ સ્થાપવામાં આવશે. જેનાં કારણે ઉત્તર ગુજરાતને તેનો મોટો લાભ મળશે. આ પ્લાન્ટની કિંમત 1.5 કરોડ કરતા વધારે છે. વિસનગર નૂતન જનરન હોસ્પિટલે આ પ્લાન્ટ માટે LINDEY કંપની સાથે MOU કર્યા છે. 7 વર્ષ સુધી આ કંપની હોસ્પિટલના પ્લાન્ટ માટે જરૂરી મટિરિયલ પુરૂ પાડશે. આ પ્લાન્ટ સ્થપાયા બાદ હોસ્પિટલ એક સાથે 280 દર્દીને પ્લાન્ટથી જ ઓક્સિજન આપવામાં આવશે.