ગરવી તાકાત, મહેસાણા-28
ભુપેન્દ્ર ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ આજે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં લાંબી દલીલો બાદ ભૂપેન્દ્રના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
પોન્ઝી સ્કીમ ચલાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હતું અને એક મહિનાથી ફરાર હતો. સીઆઈડી ક્રાઈમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડો પાડી ઝાલાને દબોચી લીધો હતો. ભુપેન્દ્ર ઝાલાને શુક્રવારે રાત્રિના CID ક્રાઈમે ધરપકડ કરી હતી. આજે ગાંધીનગર હોસ્પિટલમાં ભુપેન્દ્ર ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ આજે 14 દિવસના રિમાન્ડની માગણી સાથે મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં લાંબી દલીલો બાદ ભૂપેન્દ્રના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
CID ક્રાઈમે મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ મેજિસ્ટ્રેટ કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. આ સાથે જ સીઆઈડીની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થાય તેવી પુરેપુરી શક્યતા છે. સીઆઈડી ક્રાઈમ આશરો આપનારા કિરણ ચૌહાણના રાજકીય કનેકશનની પણ તપાસ કરી રહી છે
કેવી રીતે પકડાયો કૌભાંડી
કૌભાંડી ઝાલાને પકડવા સીઆઇડી ક્રાઈમે ચાર દિવસથી મહેસાણામાં કેમ્પ કર્યો હતો. ચાર દિવસ દરમ્યાન સીઆઇડી ક્રાઈમે વેશ પલટો કર્યો હતો. સીઆઇડી ક્રાઈમે વેશ પલટો કરી ભુપેન્દ્ર ઝાલા ની સાથે કિરણસિંહને દબોચ્યો છે. કિરણસિંહનો વારંવારનો સંપર્ક ભુપેન્દ્ર ઝાલાના મળતીયાઓ સાથે હતો. આમ, કિરણસિંહના સંપર્કે સીઆઇડી ક્રાઈમને ભુપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડ્યો હતો.
મોડી રાત સુધી થઈ કૌભાંડીની પૂછપરછ
બી ઝેડ કૌભાંડમાં ઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ મોડી રાત સુધી તેની પૂછપરછ કરાઈ હતી. ડિઆઈજી પરિક્ષીતા રાઠોડ, એસપી હિમાંશુ વર્મા સહીત અધિકારીઓએ કડક પૂછપરછ કરી હતી. તેના સંપર્કમાં રહેલા એજન્ટો અને પિતાનાં સંપર્ક બાબતે પ્રશ્નો પૂછાયા હતા. તો ભુપેન્દ્રસિંહે લોકો પાસેથી લીધેલા નાણાંના રોકાણ અને વિગતો બાબતે કરી તપાસ કરાઈ. નાણાંનું રોકાણ ક્યાં થયું અને લોકોને વ્યાજ ચૂકવવા સહિતની બાબતો પર સવાલો કરાયા હતા. મોડી રાત્રે પૂછપરછ બાદ કસ્ટડીમાં સેક્ટર ૭ પોલીસ મથકમાં મોકલી અપાયો હતો.
ફાર્મહાઉસમાં છુપાયો હતો ઠગ
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના જે ફાર્મહાઉસમાંથી કૌભાંડી ઝડપાયો તે ભુપેન્દ્ર ઝાલાની જે યુવતી જોડે સગાઈ થવાની હતી તેના ભાઈનું ફાર્મ હાઉસ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાના દવાડા ફાર્મ હાઉસ ઉપર 10 દિવસ રોકાયો હતો. યુવતી ફાર્મ હાઉસમાં ધર્મના ભાઈ પાસે ભુપેન્દ્ર ઝાલા માટે સલાહ લેવા પહોંચી હતી.
ભુપેન્દ્ર ઝાલા માટે સલાહ લેવા જનાર યુવતી પણ પી.આઇ. હોવાની માહિતી મળી, જોકે આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. ભૂપેન્દ્રિસંહ ઝાલા જે ફાર્મ હાઉસમાં છુપાયો . ચૌહાણ કિરણસિંહ આર નામના વ્યક્તિનું આ ફાર્મ હાઉસ છે. કિરણસિંહ ચૌહાણ રાજકીય ઘરોબો ધરાવે છે. જો કે ભુપેન્દ્ર ઝાલા સાથે આ વ્યક્તિ જોડાયો છે કે નહી તે તપાસનો વિષય છે. હાલ પોલીસે તેની અટકાયત કરી છે.
જૂની ઓરડીમાં બધો નવો સામાન લાવવામાં આવ્યો
BZ પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલામાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યાં છે. ભૂપેન્દ્ર ઝાલાએ જે ફાર્મ હાઉસની જે નાનકડી ઓરડીમાં આશ્રય લીધો હતો, ત્યાંથી ખાલી દારૂની બોટલ પણ મળી આવી છે. સ્થળની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે અહીંયા રાત્રે દરમિયાન પાર્ટી પણ યોજાઈ હોઈ શકે છે. ફાર્મ હાઉસના અંદર ના દ્રશ્યો જોતા ભુપેન્દ્ર ઝાલા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ટીવી, ઈન્ટરનેટ સુવા માટે ખાસ વ્યવસ્થા અને બહાર નવાબી બેઠક જોવા મળી. ફાર્મ પર વાઈફાઈની સુવિધા, નવું ટીવી, નવું ફ્રીજ બે બેડ સમગ્ર આ વસ્તુઓ નવી જ રૂમમાં જોવા મળી. જે ખાસ મંગાવવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ દેખાયું. દવાડા કિરણસિંહ ના ફાર્મ હાઉસ ઉપર ભુપેન્દ્ર ઝાલા 10 દિવસ રોકાયો હતો. ત્રણ તબક્કામાં ભુપેન્દ્ર ઝાલા 10 દિવસ જેટલો સમય ફાર્મમાં રોકાયો હતો.