દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશમાં જુદા જુદા વિસ્તારોમાં રાજ્ય સરકારોએ નાઇટ કર્ફ્યુ અને વિકેન્ડ કર્ફ્યુ લાદવાનું શરૂ કર્યું છે.દેશની રાજધાની દિલ્હીમાં પણ વિકએન્ડ કરફ્યૂ અમલી કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવાર રાત્રીથી એનો અમલ થનાર છે. જેને પગલે દિલ્હી પોલિસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે કરફ્યુને લઈને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે રાજધાનીમાં કરફ્યુ દરમિયાન પોલિ પેટ્રોલિંગ ચાલુ રહેશે. જ્યારે કોઈપણ વ્યક્તિ એ સાબિત નથી કરી શકતી કે તે જરૂરી સેવા માટે બહાર જઈ રહ્યો છે, તો તેને જવા નહીં દેવામાં આવે.
જરૂરિયાત વગરના કોઈ કામ માટે મંજૂરી અપાશે નહીં
દિલ્હીના પોલિસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે કહ્યું કે જે પણ વ્યક્તિ કરફ્યૂના નિયમો તોડતા પકડાશે તેની ધરપકડ પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પોલિસ કરફ્યૂ દરમિયાન પોલિસ પેટ્રોલિંગ કરશે. કારણવગર બહાર નિકળનારાઓ પર નજર રખાશે. જરૂરિયાત વગરના કોઈ કામ માટે મંજૂરી અપાશે નહીં.
વિકએન્ડ કરફ્યૂ શુક્રવાર રાત 10 વાગ્યાથી ચાલુ
દિલ્હી સરકારે ગુરુવારે વિકએન્ડ કરફ્યૂની જાહેરાત કરી છે. આ વિકએન્ડ કરફ્યૂ શુક્રવાર રાત 10 વાગ્યાથી ચાલુ થાય છે. જે સોમવાર સવારે 6 વાગ્યા સુધી રહેશે. વિકએન્ડ કરફ્યૂ દરમિયાન મોલ, જીમ, સ્પા, આ તમામ વસ્તુઓ બંધ રહેશે. સરકારે કરફ્યૂ દરમિયાન કામકાજ હોય તેમના માટે ઈ પાસ આપવાની પણ છૂટ આપીછે. જેના માટે તમારી પાસે ચોક્કસ કારણ હોવું જરૂરી છે. ઈ પાસ બનાવવાને લઈને પણ સરકારે વેબસાઈટ પર ડિટેઈલ મંગાવી છે.
આ લોકોને કરફ્યૂમાં મળશે છૂટછાટ
દૂધ, શાકભાજી દવાઓ વગેરે સાથે જોડાયેલા લોકોને પણ ઈ પાસ આપશે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રિક મીડિયામાં કામ કરનારા લોકો, બેંક, પેટ્રોલ અને ટેલિકોમ જેજેવી અન્ય સુવિધાઓ સાથે જોડાયેલા લોકોને પણ ઈ પાસ જારી કરાયા છે. જો કોઈ ફરજિયાત સેવા પ્રદાન કરવાના કામ સાથે સંકળાયેલ નથી, તો તેને પાસ મળશે નહીં.
કેવી રીતે દિલ્હી લોકોને ઇ-પાસ બનાવવી
જો તમે દિલ્હીમાં રહો છો, તો ઇ-પાસ માટે, તમારે દિલ્હી સરકારની વેબસાઇટ https://delhi.gov.in/ પર જવું પડશે. વેબસાઇટ પર તમે કર્ફ્યુની ટોચની નજીક એક ટેબ જોશો. અહીં ક્લિક કરો અને એક નવી વિંડો બીજા ટેબમાં ખુલશે. આ પછી તમારી ભાષા (હિન્દી અને અંગ્રેજી) પસંદ કરો. આગળનાં પગલામાં, તમારે કહો કે તમારે પસાર થવું છે. અંતે તમને બે ફોટા પૂછવામાં આવશે. તેને અપલોડ કરો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.