૧૩ રાજ્યોની ૪૪ યુનિવર્સીટીના ૨૨૦૦ સ્પર્ધકો આ ઉત્સવમાં સહભાગી બનશે
લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ પ્રેરક ઉપસ્થિત રહ્યા
ગરવી તાકાત. મહેસાણા -૫
જાન્યુઆરી ૨૦૨૪ ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની કુલ ૪૪ યુનિવર્સિટીઓના ૨૨૦૦ થી વધુ સહભાગીઓ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે પ્રારંભ થયેલા 38 માં યુવા મહોત્સવમાં સંગીત, નૃત્ય, સાહિત્ય, નાટ્ય અને લલિતકલા જેવા કલાના પાંચ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા દર્શાવવાનો પ્રારંભ કર્યો
ગણપત યુનિવર્સિટી દ્વારા આયોજિત ૩૮ મા આંતર વિશ્વવિદ્યાલય AIU-વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલ ના પ્રારંભ પ્રસંગે મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સીટી તરફથી પ્રમુખ પ્રો. વિનય પાઠક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ઓબ્સર્વર પ્રો. ડો. એસ. કે. શર્મા, સેક્રેટરી જનરલ શ્રીમતી ડો. પંકજ મિત્તલ, એડિશનલ સેક્રેટરી મમતા રાની અગ્રવાલે વિશેષ મહેમાન તરીકે મંચ શોભાવ્યો હતો. વિશેષ, નર્સિંગ કોલેજના દાતા અધિષ્ઠાતાશ્રી ભૂપેશ પરીખ અને ગુજરાતી ચલચિત્રોની જાણીતી હસ્તીઓએ પણ આ શુભ અવસર શોભાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિડીઓ દ્વારા તથા રાજ્યસભાના સભ્ય શ્રી મયંક નાયકે સંદેશા પાઠવ્યા હતા.
વધુમાં, ગણપત યુનિવર્સિટીના પ્રમુખ પદ્મશ્રી ડો. ગણપતભાઈ પટેલ, ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્મા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડૉ. ગિરિશ પટેલ, પ્રો. વાઇસ ચાન્સેલર ડો. આર.કે. પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. સત્યેન પરીખ પ્રો વાઇસ ચાન્સેલર ડો. સૌરભ દવે, ડેપ્યુટી પ્રોવાઈસ ચાન્સેલર્સ, વિવિધ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદઘાટન સમારંભના શરૂઆત અત્યંત દર્શનીય અને અભૂતપૂર્વ શોભાયાત્રા સાથે થઈ હતી જેમાં વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તેમનાં પરંપરાગત પોશાક પહેરીને તેમની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતા, તેમની પ્રતિભા દર્શાવતા અને અવસરનો ઉલ્લાસ અને આનંદ વ્યક્ત કરતાં કરતાં મુખ્ય ઉદ્ઘાટન મંચ સુધી સમૂહમાં શોભાયાત્રા કાઢી હતી. ગણપત યુનિવર્સિટીનું આખું કેમ્પસ ઉમંગ અને ઉલ્લાસથી ભરાઈ ગયું હતું.
ઉદઘાટન સમારોહમાં ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્માએ તેમના વક્તવ્યમાં મહેમાનો, મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ગણપત યુનિવર્સિટીને તેના ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ સતત બીજી વખત ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે. પોતાના વક્તવ્યમાં ડૉ. મહેન્દ્ર શર્માએ પદ્મશ્રી ગણપતભાઈ પટેલને યુનિવર્સીટીના દ્રષ્ટા તરીકે બિરદાવર્યા હતા.
વિદ્યાર્થીઓને
આ પ્રસંગે તેમણે નરેન્દ્ર (સ્વામિ વિવેકાનંદ) થી લઇ નરેન્દ્ર મોદી સુધીના આદર્શોને અનુસરી મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને કલામના Dream, Dream, Dream શબ્દો થકી સાકાર કરવાની હાકલ કરી હતી.
એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સીટી તરફથી પધારેલા પ્રમુખ પ્રો. વિનય પાઠકે ભક્તિ-શક્તિ-વિરક્તિનો મહિમા કરતાં-કરતાં કલા અને સંસ્કૃતિની સાથેસાથે કૌશલ્ય થકી કારકિર્દી કેળવવા યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રસંગોચિત ઉદ્બોધનમાં ગણપત યુનિવર્સિટીના પ્રમુખ, પદ્મશ્રી ગણપતદાદાએ પ્રાસંગિક પ્રવચનમાં યુનિવર્સિટીના પાયાના નિર્માણમાં મદદ કરવા બદલ બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો અને અન્ય ભૂતપૂર્વ ટ્રસ્ટીઓને પણ યાદ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કેમ્પસ પર આવકારતા વિદ્યાર્થીઓને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જેવું અથાગ વ્યક્તિત્વ કેળવી દેશની ધુરા સંભાળવા હાકલ કરી હતી. પધારેલા મહેમાન વિદ્યાર્થીઓ પાણી, વાણી, પર્યાવરણ, અન્ન, ઉર્જા અને સમયનો સદુપયોગ કરે એવા શુ સુભાષિત આપ્યા હતા
ઉદ્ઘાટન સમારંભ જાણીતા નૃત્યકાર શ્રી ઠાકોરના શાસ્ત્રીય નૃત્યથી સમાપન તરફ આગળ વધ્યો હતો અને અંતે સુપ્રસિદ્ધ ગાયક સવાઈ ભાટે શ્રોતાઓને મન મુકીને ડોલાવ્યા હતા. કાર્યક્રમના સંચાલિકા પ્રો. દિપાલી દવે દ્વારા આભારવિધિ સાથે ઉદ્ઘાટન કાર્યક્રમનું સમાપન થયું હતું…..સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ પણ થશે….