ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ

શેર કરવા અહીં ક્લિક કરો.
24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં મેઘમહેર : ત્રણ દિવસ સારા વરસાદની આગાહી

ગરવી તાકાત, ગાંધીનગર તા. 03 – દક્ષિણ ગુજરાત અન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના વાપીમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.3 ઈંચ, પારડ 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયામાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહેસાણા-મહિસાગર અને અરવલ્લીમાં અતિભારે જ્યારે અમદાવાદમાં ભારે વરસાદની  શક્યતા, જાણો આગામી 7 દિવસનો વરસાદી માહોલ - Gujarat Rain Monsoon 2023 Imd  Ahmedabad ...

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

ધીમા પગલે સક્રિય થશે ચોમાસું? 1 વાગ્યા સુધી 12 જિલ્લામાં વરસાદની આગાહી -  Gujarat weather updates Rain forecast in 12 districts till 1 pm – News18  ગુજરાતી

રાજ્યમાં કાલ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.