પાટણ જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ….

May 25, 2026

ગરવી તાકાત પાટણ : જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ આ ચૂંટણીમાં ભાજપના ભાવિક પટેલ પ્રમુખ અને રૈયાબેન આયર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા ભાજપના ઉમેદવારોને 19 સભ્યોનું સમર્થન મળ્યું જ્યારે વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારોને 13 મત મળ્યા આ ચૂંટણી જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં યોજાઈ ભાજપના મહામંત્રી સંજય પટેલ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના હોદ્દેદારો માટે પક્ષનું મેન્ડેડ લઈને આવ્યા હતા. ભાજપ તરફથી ધીણોજ બેઠકના ભાવિક હર્ષદકુમાર પટેલે પ્રમુખ પદ માટે અને સાંતલપુર બેઠકના આયર રૈયાબેન વાજાભાઈએ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી.

તેની સામે કોંગ્રેસ પક્ષ તરફથી બાલીસણા બેઠકના ભરત પટેલે પ્રમુખ પદ માટે અને કાકોશી બેઠકના અકબર અલીએ ઉપપ્રમુખ પદ માટે દાવેદારી કરી જિલ્લા પંચાયતના કુલ 32 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો જેમાં ભાજપના ઉમેદવારોને 19 સભ્યોનું સમર્થન મળતા સ્પષ્ટ બહુમતી સાથે બંને ઉમેદવારો વિજેતા બન્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવારોના પક્ષમાં 13 સભ્યોએ મતદાન કર્યું ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સભાખંડની બહાર અને સમગ્ર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પરિણામ જાહેર થતાં જ જિલ્લા પંચાયત કેમ્પસમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોએ વિજય ઉત્સવ મનાવ્યો.

આ ચૂંટણી સાથે પાટણ જિલ્લા પંચાયતના 13મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનારા ભાવિક પટેલે પક્ષના નેતૃત્વ અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે જિલ્લાના બાકી રહેલા વિકાસકાર્યોને તમામ સભ્યોને સાથે રાખીને પૂર્ણ કરવામાં આવશે નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સ્થાનિક લોકોની સુખાકારી અને ગ્રામીણ વિકાસના અધૂરા પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવાની ખાતરી આપી આ ઉપરાંત, પાટણ જિલ્લા પંચાયતની અન્ય મુખ્ય જવાબદારીઓમાં કારોબારી ચેરમેન તરીકે પ્રહલાદ ઠાકોર પક્ષના નેતા તરીકે ચેતનાબેન ઉપેન્દ્ર પટેલ અને દંડક તરીકે દશરથ ભીલની વરણી કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0