ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં યોજાયેલી ‘દિશા’ મીટિંગમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં વર્ષ 2024-25માં મંજૂર થયેલા રસ્તા, પુલો અને સરકારી મકાનોના બાંધકામની માર્ચ-2026 સુધીની ભૌતિક અને નાણાંકીય સિદ્ધિઓનો અહેવાલ રજૂ કરાયો જિલ્લામાં રસ્તા અને પુલોના કુલ 36 કામો માટે રૂ. 46206.55 લાખની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી જેમાંથી માર્ચ-2026 સુધીમાં 23 કામોમાં ભૌતિક સિદ્ધિ મેળવી કુલ રૂ. 8528.45 લાખનો ખર્ચ કરવામાં આવ્યો બેઠકમાં બાકી રહેલા તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા સંબંધિત એજન્સીઓને કડક સૂચનાઓ આપવામાં આવી.

તાલુકાવાર કામોની વિગતો મુજબ પાટણ તાલુકાના 4 કામો માટે રૂ.2812.00 લાખ મંજૂર કરાયા જેમાંથી 3 કામો પૂર્ણ અથવા પ્રગતિમાં લાવી રૂ.548.23 લાખનો ખર્ચ થયો સરસ્વતી તાલુકાના 1 કામ માટે રૂ.578.31 લાખ મંજૂર કરાયા જેમાં રૂ.5.74 લાખનો ખર્ચ નોંધાયો સિદ્ધપુરમાં સૌથી વધુ 6 કામો માટે રૂ.15255.00 લાખ મંજૂર કરાયા જેમાંથી 4 કામોની ભૌતિક સિદ્ધિ સાથે રૂ.757.38 લાખનો ખર્ચ થયો ચાણસ્માના 2 કામો માટે રૂ.2510.00 લાખ મંજૂર કરી 1 કામની સિદ્ધિ સાથે રૂ.1196.35 લાખ વપરાયા હારીજમાં 6 કામો માટે રૂ.7330.00 લાખ મંજૂર કરી 3 કામોમાં ભૌતિક સફળતા મેળવી રૂ.3580.83 લાખનો ખર્ચ કરાયો.

સમીના 5 કામો માટે રૂ.5115.00 લાખ મંજૂર કરાયા જેની સામે 4 કામો પ્રગતિ હેઠળ લાવી રૂ.2975.31 લાખનો ખર્ચ થયો શંખેશ્વરના 1 કામ માટે રૂ.3387.24 લાખ મંજૂર કરી રૂ. 24.58 લાખ ખર્ચાયા રાધનપુરના 3 કામો માટે રૂ. 8466.00 લાખની જોગવાઈ સામે 1 કામમાં સિદ્ધિ મેળવી રૂ. 155.92 લાખનો ખર્ચ થયો સાંતલપુરના 4 કામો માટે રૂ.510.00 લાખ મંજૂર કરી 3 કામોની ભૌતિક સિદ્ધિ સાથે રૂ.174.80 લાખનો ખર્ચ કરાયો જિલ્લાના મુખ્ય રસ્તાઓના પ્રોજેક્ટ્સની સમીક્ષા દરમિયાન પાટણ-ઊંઝા રોડ પર નવીન ચાર માર્ગીય માઇનોર બ્રિજ બનાવવાની કામગીરી રૂ.2000.00 લાખના ખર્ચે મંજૂર થયેલ હોવાનું જાણવા મળ્યું આ કામગીરીમાં રૂ.328.20 લાખનો ખર્ચ થઈ ચૂક્યો અને તે હાલ પ્રગતિમાં.


