સાબરકાંઠા LCBએ હિંમતનગરના નવાનગર પાસેથી વિદેશી દારૂ અને બિયર ભરેલી કાર સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા….

May 25, 2026

ગરવી તાકાત હિંમતનગર : સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ હિંમતનગરના નવાનગર પાસેથી વિદેશી દારૂ અને બિયર ભરેલી મારૂતિ સુઝુકી સેલેરિયો કાર ઝડપી પાડી પોલીસે કારમાંથી ₹2,71,536 ની કિંમતનો 1116 નંગ દારૂનો જથ્થો જપ્ત કર્યો આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરાયા સાબરકાંઠા LCB PI ડી.સી. સાકરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે LCB ટીમ પ્રોહિબિશન વોચમાં તે દરમિયાન નિરીલકુમારને બાતમી મળી કે એક સફેદ કલરની નંબર વગરની સેલેરિયો ગાડીમાં વિદેશી દારૂ ભરીને હિંમતનગરથી વિજાપુર તરફ જઈ રહી.

હિંમતનગર તરફથી આવતી કારમાંથી બે લાખનો દારૂ ઝડપાયો

આ બાતમીના આધારે LCB ટીમે નવાનગર નજીક ગોગા મહારાજના મંદિર પાસે વિજાપુર હાઈવે રોડ પર વોચ ગોઠવી વોચ દરમિયાન, નંબર વગરની સફેદ સેલેરિયો ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો જોકે, ગાડી ચાલકે નાકાબંધી તોડી ભાગવાનો પ્રયાસ કર્યો જેના કારણે ગાડીનો આગળનો અને સાઈડનો કાચ તૂટી ગયો પોલીસે પીછો કરીને ગાડીને આંતરી અને ચાલક રાકેશકુમાર ઉર્ફે રફતાર શંભુભાઈ સોમાભાઈ હોથા અને તેની બાજુમાં બેઠેલા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડ્યા.

Himmatnagar LCB Busts Liquor Racket; Two Arrested, Four Booked

પોલીસે ગાડીમાંથી ₹2,71,536ની કિંમતના 1116 નંગ વિદેશી દારૂ અને બિયર ₹10,000 ની કિંમતના બે મોબાઈલ ફોન અને ₹3,00,000ની કિંમતની કાર સહિત કુલ ₹5,81,536નો મુદ્દામાલ કબજે કર્યો આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પકડાયેલા બે અને ફરાર બે સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં રાકેશકુમાર ઉર્ફે રફતાર શંભુભાઈ સોમાભાઈ હોથા અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરનો સમાવેશ થાય જ્યારે રાજસ્થાનના વિછીંવાડાનો કનૈયાલાલ ઉર્ફે કનુ અને માણસા બાજુ માલ લેનાર વોન્ટેડ જાહેર કરાયા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0