ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ સાંઈ ટાઉનશીપમાં સોસાયટીના બિલ્ડર અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી દ્વારા સોસાયટીમાં શ્રી ગોગા મહારાજનું મંદિર બનાવી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત ૨૦૭૬ના આસોસુદ પાંચમ ને બુધવાર ના રોજ સવારે ૭.૧૫ કલાકે સોસાયટીમાં શોભાયાત્રા કાઢ્યા બાદ પ્રાણપ્રતિષ્ઠા કરેલ જેને દ્વિતીય વર્ષ પૂર્ણ થતાં આસો સુદ-૫ ને શુક્રવાર તા.૩૦/૧૦/૨૦૨૨ ના રોજ સવારે સોસાયટીના રહીશો દ્વારા દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરાઈ હતી.જેમાં યજ્ઞના આચાર્ય શાસ્ત્રી બળદેવભાઈ પંડયા તેમજ શાસ્ત્રીઓના મુખારવિંદે શાસ્ત્રોકત વિધિવિઘાન અને મંત્રોચ્ચાર સાથે યજ્ઞના મુખ્ય યજમાન ગૌસ્વામી જગદીશગીરી સરદારગીરી ચાંગાવાળાના યજમાન પદે યજ્ઞ યોજાયો હતો. જેમાં નટવરભાઈ એલ.જોષીએ અગ્નિ નારાયણ પ્રગટાવેલ, અશ્વિનભાઈ એલ.જોષી દ્વારા ધજા ચડાવવામાં આવી હતી.
અને ભોજન પ્રસાદના દાતા ડૉ. સત્યપ્રકાશભાઈ ટી.બરવા સહિત સોસાયટીના અનેક રહીશોએ લાભ લીધો હતો.ગોગા મહારાજ ની મહાપૂજા જીતાભાઈ એ.ચૌધરીએ કરેલ,સાંજની આરતી સુરેશભાઈ કે.જોષીએ ઉતરેલ,ચા-પાણી નાગજીભાઈ આઈ.પંચાલ અને ફુલ-શણગારના દાતા તરીકે સોમભા કે.વાઘેલાએ લાભ લીધો હતો.જ્યારે સાંજના પ્રસાદ સોમાભાઈ જે.પ્રજાપતિ બષ્પાવાળા તરફથી આપવામાં આવી હતી.યજ્ઞની પુર્ણાહુતી બાદ સાંજે સૌ ભવિકભક્તોએ ગોગા મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ રાત્રે ગરબે ધુમી ધન્યતા અનુભવી હતી.ત્યારે બનાસબેંકના પૂર્વ ચેરમેન અને એ.પી.એમ.સી.થરાના ચેરમેન તથા સહકારી આગેવાન અણદાભાઈ આર.પટેલ,બ.કાં. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતજી એન.મકવાણા,બ.કાં. જિલ્લા પંચાયતના સદ્સ્ય પુરાણસિંહ જે.વાઘેલા, બ.કાં. જિલ્લા પંચાયત સદસ્ય રાઠોડ ચમનજી ડાયાજી ઇન્દ્રમાંણાં, બનાસબેંક થરા શાખાના
ઇન્સપેક્ટર ચંદુજી વી.ઊણેચા, થરા માર્કેટના ઇન્ચાર્જ ચેરમેન ભુપતાજી ઠાકોર,થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ વિનોદજી આર.ઠાકોર,ડૉ રાજેશ કે. બ્રહ્મભટ્ટ,કાંકરેજ તાલુકા શિક્ષક મંડળીના પૂર્વ ચેરમેન પ્રતાપજી ઠાકોર હરદાસભાઈ ચૌધરી ચાંગા સહિત અનેક આગેવાનોએ પધારી પ્રસંગની શોભા વધારી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા અમરતજી ઠાકોર,યોગેશભાઈ જોષી,રાજુભાઈ બ્રહ્મભટ્ટ વકીલ,અશોકભાઈ પ્રજાપતિ, નિકુલ જે.પ્રજાપતિ, ગણપતભાઈ રાજપુરોહિત,ઈશ્વરભાઈ ડી. પ્રજાપતિ સહિત સોસાયટીના રહીશોએ તનતોડ મહેનત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ


