મહેસાણા એલસીબી પોલીસની પ્રોહીબિશન સામે કડક કાર્યવાહી

October 19, 2026

ગોઝારીયા જીઆઈડીસીમાં એલસીબીના દરોડા: ૧.૧૫ લાખથી વધુનો દેશી દારૂ અને વોશ જપ્ત, લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

 

ગરવી તાકાત

મહેસાણા જિલ્લાના ગોઝારીયા જીઆઈડીસી હોડકા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને રૂપિયા ૧.૧૫ લાખથી વધુની કિંમતનો દેશી દારૂ અને દારૂ બનાવવાનો વોશ ઝડપી પાડ્યો હતો. પોલીસ ટીમને દરોડા સ્થળ પરથી ૩,૬૨૦ લિટર દેશી દારૂ ગાળવાનો કેમિકલયુક્ત વોશ, જેની કિંમત રૂપિયા ૯૦,૫૦૦ થાય છે, તેમજ ૧૨૫ લિટર તૈયાર દેશી દારૂ, જેની કિંમત રૂપિયા ૨૫,૦૦૦ થાય છે, તેમ મળીને કુલ રૂપિયા ૧,૧૫,૫૦૦નો મુદ્દામાલ હસ્તગત થયો હતો. પોલીસે સ્થળ પર જ દારૂ ગાળવાના વોશનો નાશ કરી તૈયાર દેશી દારૂનો જથ્થો કાયદેસર રીતે કબજે લીધો હતો.

બનાવની વિગતો મુજબ, મહેસાણા એલસીબી ટીમની પેટ્રોલીંગ કામગીરી દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. કામળીયાને ખાનગી રાહે મજબૂત બાતમી મળી હતી કે, લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોઝારીયા જીઆઈડીસીના હોડકા વિસ્તારમાં રહેતો ઠાકોર જીતેન્દ્રસિંહ અરજણજી પોતાના કબજા ભોગવટના મકાનોમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.એ. પરમાર અને એલસીબી સ્ટાફની ટીમે તાત્કાલિક દરોડો પાડવા માટે વ્યૂહાત્મક ગોઠવણ કરી સ્થળ પર સરપ્રાઈઝ રેડ પાડી હતી.

દરોડા દરમિયાન પોલીસે ઘરમાં તપાસ હાથ ધરતાં અલગ-અલગ પ્લાસ્ટિકના પીપ તથા મોટા ડોલોમાંથી દેશી દારૂ બનાવવા માટે રાખવામાં આવેલો ૩,૬૨૦ લિટર વોશ મળી આવ્યો હતો. આ ઉપરાંત પ્લાસ્ટિકના પીપમાં ભરી રાખવામાં આવેલો ૧૨૫ લિટર તૈયાર દેશી દારૂ પણ મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા ૧,૧૫,૫૦૦નો આ તમામ જથ્થો ગેરકાયદેસર ગણીને જપ્ત કર્યો હતો. પંચોની પ્રત્યક્ષ હાજરીમાં જ દારૂ ગાળવાના આ મોટી માત્રાના વોશનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને દેશી દારૂનો જથ્થો આગળની કાનૂની કાર્યવાહી માટે સીઝ કરવામાં આવ્યો હતો.

દરોડાની કામગીરી દરમિયાન મુખ્ય આરોપી ઠાકોર જીતેન્દ્રસિંહ અરજણજી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે તેની સામે લાંઘણજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે આગળની કાયદેસરની તપાસ ચાલુ કરી છે. આ સફળ કામગીરી મહેસાણા એલસીબીના પીઆઈ એ.એમ. કામળીયા, પીએસઆઈ બી.એ. પરમાર, એએસઆઈ વિમલકુમાર, હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ તથા કોન્સ્ટેબલ શક્તિસિંહ, બિપીનકુમાર, આશિકકુમાર અને ધવલની સંયુક્ત ટીમ દ્વારા પાર પાડવામાં આવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0