વિજાપુરના માઢી આશ્રમમાં આશ્રય લીધેલા બંડલગેંગના બંડલબાજ સૂત્રધાર મહેસાણા એસઓજીના સકંજામાં

શેર કરવા અહીં ક્લિક કરો.

બંડલ ગેંગના શખ્સને મહેસાણા એસઓજીએ વિજાપુર માઢી આશ્રમમાંથી પકડી પાડ્યોં હતો

ઊંઝા પોલીસ સ્ટેશનમાં ૧ લાખ ૪ હજારની ઠગાઇ કરી છ મહિનાથી પોલીસને હાથ તાળી આપી રહ્યોં હતો

બંડલ ગેંગના આરોપી વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ વિવિધ ગુના નોંધાયેલા છે

Sohan Thakor-મહેસાણા તા. 11- આજથી છ માસ અગાઉ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ૧ લાખ ૪ હજારની ઠગાઇ તથા વિશ્વસઘાતની નોંધાયેલી ફરિયાદ મુજબ બંડલ ગેંગના આરોપીને મહેસાણા એસઓજીની ટીમે વિજાપુરના માઢી આશ્રમ ખાતેથી ઝડપી લીધો હતો. આ બંડલ ગેંગનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે વિવિધ પોલીસ સ્ટેશનમાં બંડલ ગેંગના શખ્સ વિરુદ્ધ અનેક ગુના વિવિધ પોલીસ ચોપડે નોંધાયેલા છે.

મહેસાણા જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી જેલમાં ધકેલવાના આપેલા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના આદેશ મુજબ મહેસાણા એસઓજીની પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ મહેસાણા એસઓજી સ્ટાફના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ મનોહરસિંહ, હેકો. હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રકુમાર, દિગ્વિજયસિંહ, વિશ્વનાથસિંહ આશારામ, યુવરાજસિંહ સહિત એસઓજી સ્ટાફના માણસો ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇપીકો કલમ ૪૦૬, ૧૧૪ના ગુનામાં બંડલ ગેંગના ઇસમો દ્વારા ૧ લાખ ૪ હજારની ઠગાઇ આચરવામાં આવી હતી

તે ગુનાના નાસતા ફરતાં આરોપી સલાટ કિશન ઇશ્વરભાઇ માઢી આશ્રમ, તા. વિજાપુરવાળા આરોપીને પકડવાની ફિરાકમાં હતી તે દરમિયાન દિગ્વિજયસિંહ તથા વિશ્વનાથસિંહને બાતમી મળી હતી કે, આ ગુનાનો આરોપી સલાટ કિશન ઇશ્વરભાઇ ડફેર દંગા મહર્ષિ સોસાયટી પાસે તા.વિજાપુરવાળો વિજાપુર માઢી આશ્રમ ખાતે હાજર હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ વિજાપુર માઢી આશ્રમ ખાતે પહોંચી કોર્ડન કરીને આરોપીને દબોચી લીધો હતો.

આરોપી કિશન ઇશ્વરભાઇ સલાટ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેના વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશન, વિજાપુર પોલીસ સ્ટેશન, ઊંઝા પોલીસ સ્ટેશન તથા વિજાપુર પોલીસ સ્ટેશન આમ ચાર પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનામાં સંડોવાયેલો છે જે આરોપી ઊંઝા પોલીસ સ્ટેશનમાં વિશ્વાઘાતની નોંધાયેલા ગુનામાં છેલ્લા છ માસથી પોલીસને હાથતાળી આપતો બંડલ ગેંગના આરોપીને મહેસાણા એસઓજીની ટીમે આખરે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.