વિધાનસભા ચૂંટણી પૂર્વે જિલ્લાના ચૂંટણી અધિકારીઓની 23 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી તાલીમ

August 25, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો. જેના ભાગરૂપે ચૂંટણીપંચ દ્વારા તમામ તાલુકાના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની 23 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી 2 તબક્કામાં અમદાવાદ ખાતે ચૂંટણી અંગેની તાલીમ શરૂ થઈ. જેમાં જિલ્લાના મામલતદાર અને પ્રાંત સહિતના અધિકારીઓ જોડાયા. મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની અમદાવાદ સ્પીપા ખાતે ચૂંટણી તાલીમ શરૂ થઈ.

પ્રથમ તબક્કાની તાલીમ 23થી 26 ઓગસ્ટ સુધી, જ્યારે બીજા તબક્કાની 30 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી યોજાશે. તાલીમમાં જિલ્લાના મામલતદાર અને પ્રાંત સહિતના અધિકારીઓ જોડાઈ રહ્યા છે. તમામ તાલુકામાં મહેસુલી કામગીરી ઉપર અત્યારથી અસર જોવા મળી રહી છે. 23થી 26 ઓગસ્ટ સુધીના પ્રથમ તબક્કામાં પ્રાંત અધિકારી મહેસાણા, વિસનગર અને ખેરાલુ, જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી એવા સતલાસણા, જોટાણા, વિસનગર, ખેરાલુ, વિજાપુર, કડી અને ઊંઝા મામલતદાર, મામલતદાર ડિઝાસ્ટર, તાલુકા વિકાસ અધિકારી ઊંઝા અને વિસનગર તેમજ ડીએલઆરએ ભાગ લીધો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0