પુનાસણ હેબુવા વચ્ચે ટ્રકની ટકકરે યુવકનું કરૂણ મોત

March 7, 2022

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણાના પુનાસણ હેબુવા વચ્ચે એક ટ્રકની ટક્કરે યુવકને ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું.યુવકના મોત પગલે તેના ભાઈએ આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વિસનગર તાલુકાના ગુંજા ગામના અને હાલમાં ખેરવા ગામની સીમમાં રહેતા દિનેશભાઇ રાવળનો પુત્ર રોહિતભાઈ દિનેશભાઇ રાવળ ગુરુવારે ખેતરેથી નીકળી પુનાસણ હેબુવા સીમમાં જઈ રહ્યો હતો.

આ દરમિયાન એક ટ્રક ચાલકે પૂરઝડપે પોતાનું વાહન હંકારી રોહિત રાવળને અડફેટે લેતા તેને શરીરે તેમજ માથા પર ગંભીર ઇજા થવાથી પરિવારના સભ્યો દ્વારા મહેસાણા સિવિલમાં સારવાર અર્થે ખાસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. આ મામલે મેહુલભાઈ દિનેશભાઇ રાવળે મહેસાણા તાલુકા પોલીસ મથકે ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0