ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના બુડાસણ પાસે થોડાક દિવસો અગાઉ રાજસ્થાનના વેપારી સહિત ત્રણ ઈસમોને રોકડ રકમ તેમજ એટીએમ મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ લૂંટી ચાર ઈસમો ફરાર થઈ જતાં કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી
— 4 આરોપીઓની કડી પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી :
કડી તાલુકાના બુડાસણ પાસે દરગાહ ના ઓટલા ઉપર બેઠેલા આઇવા ટ્રક ચાલકના માલિક સહિત 3 ઇસમો ને દરગાહની પાછળ લઈ જઈને માર મારીને અપહરણ કરીને છત્રાલ તરફ લઈ જઈ ને છોડી મૂક્યાં હતાં બાદમાં કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાતા પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં હતાં ત્યારે કડી પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યાં હતા ત્યારે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે લુટારુઓ કડી છત્રાલ તરફ જઈ રહ્યા છે ત્યારે પોલીસે વોચ ગોઠવીને કડી છત્રાલ હાઈવે ઉપરથી લૂંટારુઓને ઝડપીને તેમની પાસેથી મોબાઈલ તેમજ અન્ય ચીજ વસ્તુઓ કબજે કરીને કાર્યવાહી કરી હતી
— 6 દિવસના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા :
કડી તાલુકાના બુડાસણ દરગાહ પાસે આવેલ ઓટલા ઉપર રાજસ્થાનના વેપારી સહિત 3 ઇસમો બેઠેલ હતા ત્યારે ચાર ઈસમો આવીને માર મારીને લૂંટ મચાવીને ફરાર થઈ ગયા હતા અને પોલીસે ચાર ઇસમોની ધરપકડ કરીને કોરોના ટેસ્ટ કરાવીને કડી જજશ્રી આર.બી ગઢવી ને કોર્ટમાં રજૂ કરાતાં પોલીસે રિમાન્ડની માગણી કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


