ગરવી તાકાત મહેસાણા : મહેસાણામાં ટીબી રોડ પર અગાઉ હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બુટલેગર દિનેશ ઉર્ફ હવેલી ધનાજી ઠાકોર છેલ્લા 4 માસથી ફરાર હતો. જે ગુજસીટોકના ગુનામાં પણ સંડોવાયેલો હતો. મહેસાણા જિલ્લાના નંદાસણ પોલીસની હદમાં ગત સપ્તાહે એક યુવક પર હુમલો કર્યો હતો. જેને પોલીસે આજે ઝડપી પાડ્યો છે.
ગત સપ્તાહે 1 યુવક પર હુમલાની ઘટના બાદ વધુ સક્રિય બનેલી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને દિનેશ હવેલી ઉર્ફ દિનેશ ઠાકોરને થરાની બેંક ઓફ બરોડા પાછળ આવેલી એક સોસાયટીમાં રહેતો હોવાની બાતમી મળી હતી.
જેના આધારે મહેસાણા એલસીબી ટીમે દરોડો પાડી સોસાયટીના કમ્પાઉન્ડમાંથી એક સ્વીફ્ટ કારમાંથી દિનેશ ઉર્ફ હવેલીને ઝડપી લીધો હતો અને મહેસાણા એ ડીવીઝન પોલીસને હવાલે કર્યો હતો.


