આ અંગેની મળતી માહિતી મુજબ જીલ્લાના તાલુકાઓમાં બનતી ચોરીઓના બનાવો તેમજ ઉઠાત્તરીના બનાવો ને અટકાવવાના પગલે જીલ્લાના પોલીસ અધિક્ષક ડો પાર્થરાજ સિંહ ગોહીલ દ્વારા એસઓજી પોલીસને આદેશ કરતા એસઓજી પોલીસ કડી શહેરમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન ખાનગીમાં બાતમી મળી હતી કે, યાસીન ખાન ઉર્ફે ટાઇગર ચોરીનો માલ વેચવાની ફિરાકમાં છે. તે માહીતી મુજબ હકીકત મેળવતા કસ્બા ઇમામ કુઈ નજીક યાસીન ખાન ઉર્ફે ટાઇગર થેલી લઈને પસાર થતા તેને અટકાવીને તપાસ કરતા થેલીમાં ચાંદીની જુદીજુદી વસ્તુઓ મળી આવતા તેની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં 19 જેટલી ચોરીઓની કબુલાત કરતા તેની પાસેથી મુર્તિઓની સેરો વીંટી બંગડીઓ 587 ગ્રામ ચાંદી કીમત રૂપિયા 22598નું મુદ્દામાલ તેમજ રૂ. 10130 રોકડા મોબાઇલ ફોન રૂ 1500/- સહીત કુલ રૂપિયા 34228/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે મોરબીમાં થયેલ ચોરીના ગુના સબબ તેને મોરબી પોલીસને તપાસ માટે શોપ્યો હતો.