અમદાવાદના એક ઘરમાં ગેસ લીકેજની ઘટના બની હતી. જેમાં ત્રણ વર્ષના બાળકનુ મોત નિપજ્યુ છે. આગને કારણે પરિવારે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવ્યો હતો.
અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગેસ લીકેજની ઘટના બની હતી. પરિવારના મોભી સવારે દુધ લેવા ગયા હતા ત્યારે ઘરમાં ગેસ લીકેજને કારણે આગ ફાટી નીકળી હતી. તેમણે ઘરે આવીને જોયું તો તેમનો દીકરો જયવીરસિંહ મકવાણા ગંભીર રીતે આગની ઝપેટમાં આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યા તેનુ મોત નિપજ્યુ હોવાનુ તબીબોએ જણાવ્યુ હતું. આગને લીધે મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિકોએ બુઝાવી હતી. જો કે આગ અન્ય મકાનોમાં પસરતી રોકી ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, 3 દિવસ પહેલા અમરાઈવાડીના ભીલવાડાના શ્રીનાથ પાર્ક-1 ના ત્રીજા માળે પણ આગ લાગી હતી, જ્યાં ગેસ લીકેજથી આગ લાગતા એક કિશોર સહિત ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા.
(ન્યુઝ એજન્સી)