ખેરાલુના વાવડીનો પાકા કામનો પેરોલ રજા પર આવેલો ફરાર આરોપીને પકડી પરત જેલમાં ધકેલ્યોં

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ખેરાલુ તાલુકાના વાવડી ગામેથી દબોચી લીધો

અમદાવાદ મધ્યસ્થ જેલનો આરોપી પેરોલ રજા પર આવ્યાં બાદ પરત જેલમાં હાજર થયો ન હતો

Sohan Thakor-મહેસાણા તા. 11- અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર રજા ઉપર આવેલો પાકા કામનો કેદી સમય પૂરો થવા છતાં જેલમાં હાજર થયો ન હતો અને પોલીસ પકડથી નાસતો ફરતો હતો જેને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ફરાર આરોપીને ખેરાલુના વાવડી ખાતેથી ઝડપી પાછો જેલ ભેગો કર્યો હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડાએ નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ.એન.દેસાઇ, એએસઆઇ જશવંતભાઇ, હે.કો.દિનેશભાઇ, રવિકુમાર, કાનજીભાઇ, ભગુભાઇ સહિતની ટીમ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ કરી રહ્યાં હતા

તે દરમિયાન રવિકુમાર તથા કાનજીભાઇને સંયકત બાતમી મળી હતી કે, અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામનો કેદી ગોવાભાઇ કરશનભાઇ દેવીપૂજક રહે. વાવડી જીવાપરા તા. ખેરાલુવાળો પોતાના ઘરે હાજર હોવાની મળેલી બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ વાવડી ગામે પહોંચી ફરાર આરોપીને ઝડપી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.