મહેસાણામાં બિલ્ડરો દ્વારા આડેધડ ઝાડ કાપવા શું પોતાના બાપની જાગીર સમજી રહ્યા છે!!

June 25, 2024

રાધનપુર રોડ ઉપર બિલ્ડીંગ પ્રોજેકટની જાહેરાતના હોર્ડીંગ દેખાય તે માટે ઝાડ કાપી નાખ્યા

પરવાનગી વગર ઝાડ કાપી નાખવાની બિલ્ડરોને કોણે આપી પરવાનગી?

પોતાના હોર્ડીંગ દેખાય તે માટે રોડ ઉપર ઉછરેલા ઝાડ કાપી નાખનાર બિલ્ડરો સામે પગલાં ભરવા માંગ

ગરવી તાકાત, મહેસાણા તા. 25 – મહેસાણા જિલ્લામાં બિલ્ડરો બેફામ બન્યાં છે. બિલ્ડરો પોતાના ફાયદા માટે કોઇપણ હદે જઇ શકે તેનો તાજો દાખલો મહેસાણામાં જોવા મળ્યોં હતો. જેમાં મહેસાણા રાધનપુર રોડ ઉપર બિલ્ડીંગ પ્રોજેક્ટની જાહેરાતના હોર્ડીંગ દેખાય અને પોતે લાખો કરોડોના બંગ્લોઝનું વેચાણ કરી શકે તે માટે બિલ્ડરો દ્વારા આડેધડ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. જેમાં બિલ્ડરોની જાહેરાતના હોર્ડિગને અડચણરૂપ થતા ચાર મોટા વૃક્ષો કોઇ સરકારી તંત્રની કે વન વિભાગની પરવાનગી વિના કાપી નાખ્યા હતા. જેના પગલે પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ભભૂકી રહ્યો છે. એક તરફ ગ્લોબલ વોર્મિગનો ભોગ આખી દુનિયા ભોગવી રહી છે. શું બિલ્ડરોના બાપની જાગીરથી આ વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યોં હતો જે પોતાની મનમાની ચલાવી કોઇપણ સરકારી તંત્રની પરવાનગી વિના વૃક્ષોનું છેદન કરી રહ્યા છે.

 

મહેસાણામાં બિલ્ડરો બેફામ બની રાધનપુર રોડ ઉપર બિલ્ડીંગ પ્રોજેકટની જાહેરાતના હોર્ડીંગ દેખાય તે માટે ઝાડ કાપી નાખ્યા હતા. શૈલજા ગ્રીન નામની સાઇટ પાસે લગાવેલું હોર્ડીંગ દેખાય તે માટે 4 ઝાડ કાપી નાખ્યાં. ત્યારે આ બિલ્ડરો પોતાના ફાયદા સારુ લાખો કરોડો કમાવવાની લ્હાયમાં વધુ ઝાડ કાપે તે અગાઉ એક પર્યાવરણ પ્રેમીએ મજુરોને વધુ ઝાડ કાપતા અટકાવતાં ઘટના સ્થળ પર હોબાળો મચી જવા પામ્યોં હતો. જ્યારે બિલ્ડરો દ્વારા ઝાડ કાપતા અટકાવતો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થતા મહેસાણા શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યોં હતો.

બિલ્ડરોને ઝાડ કાપવાની પરવાનગી કોણે આપી. શુ મહેસાણામાં ક્રેડાઇના નિયમો કોઇ બિલ્ડરોને લાગુ પડતા નથી કે શું કે પોતાના આર્થિક ફાયદા માટે પર્યાવરણને નુકશાન પહોચાડી પોતાની મનમાની ચલાવી રહ્યા છે. શું બિલ્ડરોને કોઇ સરકારી તંત્ર કે વન વિભાગના કાયદાનો કોઇ ડર જ નથી. કે પછી વન વિભાગ અને સરકારી તંત્રની મિલીભગતથી બિલ્ડરો બેફામ બન્યાં છે. વૃક્ષ વાવવાની શરતે બિલ્ડરોને એન એ પરવાનગી આપવામાં આવે છે જ્યાં આ બિલ્ડરો સરેઆમ કાયદાનું ઉલ્લઘન કરી પોતાની કાળી કરતૂતો છતી કરી રહ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0