સાંથલ પોલીસ મગુનામાં ચાલતાં જુગારધામ પર ત્રાટકી ચાર જુગારીને ઝડપી પાડયાં

June 11, 2023

સાંથલ પોલીસે જુગારધામ પરથી ૧૧૫૮૦ની રોકડ રકમ કબજે કરી

મગુનામાં હારજીનો ગંજીપાનાના જુગાર રમાડવામાં આવતો હતો

Sohan Thakor-મહેસાણા તા. 11- મહેસાણા તાલુકાના મગુના ગામમાં ચાલતાં જુગારધામ પર સાંથલ પોલીસનો સ્ટાફે રેઇડ કરતાં જુગારધામ પરથી ચાર જુગારીયા ઝડપી પાડ્યાં હતા જ્યારે ઘટના સ્થળ પરથી પોલીસે ૧૧,૫૮૦ની રોકડ સહિત કુલ ૧૪૫૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી જેલમાં ધકેલ્યાં હતા.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જિલ્લામાં ચાલતાં જુગારધામ પર રેડ કરવાના આપેલા આદેશ મુજબ ના.પો.અધિક્ષક  આર.આઇ.દેસાઇના સીધા માર્ગદર્શન મુજબ સાંથલ પોલીસના પીએસઆઇ એ.કે.વાઘેલા, એએસઆઇ પરષોતમભાઇ, હસમુખભાઇ, સંજયકુમાર, મનુજી સચિન તથા ગૌરવકુમાર સહિતનો સ્ટાફ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મગુના ત્રણ ભાગમાં રહેતા ઝાલા દીતુભા પ્રહલાદસિંહ રહે. મગુના, તાજી મહેસાણાવાળો શખ્સ પોતાના આર્થિક ફાયદા સારુ બહારથી માણસો બોલાવી પાના પત્તાથી જુગારધામ રમી રમાડી રહ્યો છે.

જે બાતમીના આધારે સાંથલ પોલીસની ટીમ મગુના ગામે પહોંચી એકાએક રેઇડ કરતાં હાજર જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જ્યારે જુગારધામ પરથી સાંથલ પોલીસે ઝાલા દીતુભા પ્રહલાદસિંહ, રહે. મગુના, ઝાલા ગુલાબસિંહ હાથીસિંહ રહે. મગુના, ઝાલા કાળુભાઇ હકુભા રહે. મગુના તથા ઠાકોર પ્રહલાદજી ખેંગારજી રહે. બોદલાવાળા સહિત ચાર જુગારીઓને રોકડ રકમ ૧૧,૫૮૦ સહિત કુલ રૂા. ૧૪૫૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0