— 13 વર્ષના વિખુટા પડેલ કિશોરને રાજસ્થાનમાં પરિવાર સાથે મિલન કરાવ્યું :
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ દ્વારા રજેસ્થાન નો 13 વર્ષિય કિશોર અંબાજી ખાતે મેળામાં આવેલ હતો ત્યારે ભૂલથી બસમાં બેસીને ડિસા થી શિહોરી ખાતે અવી પહોંચેલ ત્યારે શિહોરી ખાતે રાત્રી દરમિયાન મળી આવતા પૂછપરછ કરતાં મૂળ રાજ્યસ્થાન ઉદેપુર જીલ્લા ના કોટડાછાવણી તાલુકાનો નિરમાભાઈ મનશાભાઈ મોનસો ઉંમર વર્ષ 13 હોવાનું જણાવ્યું હતું
ત્યારે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કનોજકુમાર મણીલાલ પારગી એ માનવતા દર્શાવી કિશોર ના માતાપિતા સાથે ટેલીફોનીક વાતચીત કરી ને પોતાની ગાડી લઈને ડિસા થી રાજ્યસ્થાન પોતાના પરીવાર સાથે મિલન કરાવ્યું હતું તરે લોકો એ શિહોરી પોલીસને આ સલાહનીય કામગીરી બદલ કિશોરના પરિવાર તેમજ લોકોએ આભાર માન્યો હતો
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ