થરા પોલીસે નકલી મહીલા પી.એસ.આઇ. તથા તેના સાથીદારને કી.રૂા.૨,૦૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા

June 10, 2022
ગરવી તાકાત કાંકરેજ : થરા પોલીસ સબ ઈન્સપેકટર પી.એન.જાડેજાએ પીએસઆઈના હોદ્દાનું ખોટું નામ ધારણ કરી લોકોમાં રોફ જમાવવા ઇકો ગાડીમાં ક્રાઈમ લખેલ પોલીસ કલરનું (લાલ/બ્લ્યુ) બોર્ડ લગાવી ફરતી એક મહીલા તથા એક પુરૂષ ઇસમને ઇકો ગાડી તથા મોબાઇલ ફોન મળી કુલ કી.રૂા.૨,૦૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા
થરા પી. એસ. આઇ. પી.એન.જાડેજા ના જણાવ્યા મુજબ પોલીસ કંટ્રોલરૂમ પાલનપુર તરફથી વર્ધી મળેલ કે,થરા ટાઉનમાં આવેલ બંસી હોટલમાં ચેકીંગ કરવા સારું ગાંધીનગર સેલના પી.એસ.આઇ. અનિતા ચૌધરી આવેલ છે અને હોટલનો દરવાજો કોઇ ખોલતું નથી તો તેમને સ્થાનિક પોલીસની મદદની જરૂર છે તેવી ટેલીફોનીક વર્ધી આધારે અમો પોલીસ સ્ટાફના માણસો સાથે બંસી ગેસ્ટ હાઉસ ખાતે જતાં
ત્યાં એક ઇકો ગાડી ઉભેલ હોઇ જેના આગળ ના ભાગે ડ્રાઇવીંગ સીટ ઉપર એક પુરૂષ ઇસમ  અને તેની બાજુમાં એક મહીલા બેઠેલ હોઇ અને આગળના ભાગે પોલીસ કલરનું ક્રાઈમ લખેલ બોર્ડ પડેલ હોઇ અને તે મહીલાએ તેમની ઓળખાણ અનિતા ચૌધરી પી.એસ.આઇ.ગાંધીનગર સેલ તરીકેની આપેલ અને ગેસ્ટ હાઉસ ચેક કરવાનું કહેતાં અમોએ સાથે મળી ગેસ્ટ હાઉસ ચેકીંગ કરી ગેસ્ટ હાઉસ સંચાલક તથા રોકાયેલ મહીલા મુસાફરને પો.સ્ટે.લાવી પુછપરછ કરેલ અને તે વખતે અમોએ આ અનિતા ચૌધરીને તેમની બેંચ કઇ છે
અને તેમની ઇનીસીયલ શું છે તેમજ હાલમાં કઇ જગ્યાએ ફરજ બજાવો છો તેવું પુછતાં કોઇ જવાબ આપેલ નહીં અને ગભરાઇ ગયેલ જેથી અમોને શક-વહેમ જતાં મહીલા પોલીસ કર્મચારીની હાજરીમાં પુછપરછ કરી સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ માંગતા આવું ઓળખકાર્ડ નહી હોવાનું જણાવેલ અને પી.એસ.આઇ.ના હોદ્દાનું ખોટું નામ ધારણ કરી લોકોમાં રોફ જમાવતાં હોઇ
તેવું ધ્યાને આવેલ જેથી તેનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ અનીતાબેન તે રમેશભાઇ મેધાભાઇ જાતે ચૌધરી રહે સરીપદ તા સરસ્વતી જી પાટણવાળી હોવાનું જણાવેલ અને તેની પાસેથી એક મોબાઇલ મળી આવેલ જે કબ્જે કરેલ છે તથા ઇકો ગાડીના ચાલકનું નામઠામ પુછતાં પોતે પોતાનું નામ મોહનજી સોમાજી જાતે.ઠાકોર (સોલંકી) રહે.લક્ષ્મીપુરા તા.કાંકરેજવાળો હોવાનું જણાવેલ અને જે આધારે થરા પો.સ્ટે.પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૫૦૫૧૨૨૦૩૪૧ /૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૧૭૦,૧૧૪ મુજબની ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
કામગીરી કરનાર પી.એન.જાડેજા પો.સબ.ઇન્સ.,અ.હેડ.કોન્સ.શાંતિભાઇ પ્રભુજી,અ.પો.કો.સાગરભાઇ દેસાઈ, જીતેન્દ્રકુમાર ચૌધરી તથા ટીમને સારી સફળતા મળી હતી. કાંકરેજ તાલુકામાં નેશનલ પોલીસ,પોલીસ, આર્મી , એકસ આર્મી ,ગવર્ન્મેન્ટ ઓફ ગુજરાત કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલા કાળા કાચથી સજજ વાહનોને આ રીતે પકડવામાં આવે તો નકલી ઘણું બધું પકડાય તેવી લોકચર્ચા તાલુકાના થરા શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ રહી છે. પોલીસ સક્રિયતા બતાવશે????
તસવિર અને અહેવાલ  : માનસિંહ ચૌહાણ કાંકરેજ 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0