અખિલ આંજણા યુવક મંડળના પ્રમુખ તરીકે તરૂણભાઇ ચૌધરીની વરણી કરાઇ

November 21, 2022

ગરવી તાકાત, મહેસાણા : અર્બુદા સેનાના આર્શિવાદથી અખિલ આંજણા યુવક મંડળના પ્રમુખ તરીકે તરૂણભાઇ ચૌધરીની વરણી કરવામાં આવી છે. અખિલ આંજણા યુવક મંડળમાં સમાજની એકતા, સહકાર અને સંગઠનની બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો. વિસનગરની આદર્શ હાઇસ્કૂલ ખાતે અખિલ ગુજરાત આંજણા યુવક મંડળ ચૌધરી સમાજની સભા મળી હતી.

તેમાં તમામ હોદ્દેદારો સભ્યોની સહમતીથી તરૂણભાઇ ચૌધરીની વરણી કરવામાં આવતાં શુભેચ્છકો અને હિતેચ્છુંમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. તરૂણભાઇ ચૌધરીના માર્ગદર્શન થકી સમાજનું સંગઠન વધુ મજબૂત થશે.તરૂણભાઇ ચૌધરી એક યુવા ચહેરો ધરાવતાં પ્રમુખ છે અને સમાજને તોડવાની નહી પણ જાેડવાની જ વાત કરવામાં આવશે.

તરૂણભાઇ ચૌધરીને અર્બુદા સેનાના સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કાર્યકરો હોદ્દેદારો સંગઠનના આગેવાનો તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા શુભેચ્છાની વર્ષા કરવામાં આવી હતી. તરૂણભાઇ ચૌધરી અર્બુદા સેના સાથે જાેડાયેલા પાયાના આગેવાન છે. સમગ્ર ગુજરાત માંથી ૩૦૦૦ થી વધુ યુવાનોએ ભેગા થઈ અર્બુદા સેનાના સૈનિક તરુણ ભાઈ ચૌધરી મેવડને પ્રમુખ બનાવ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0