ગરવી તાકાત બનાસકાંઠા : સુઈગામ પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિગમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરી પોલીસે વર્ષ 1996 થી 2024 દરમિયાન થયેલી વિવિધ ચોરીઓમાં ગુમ થયેલો કુલ રૂ. 2,69,500 કિંમતનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપ્યો સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી.
![]()
ટેકનિકલ સર્વેલન્સ, CEIR પોર્ટલ અને હ્યુમન સોર્સિંગની મદદથી ચોરાયેલ મુદ્દામાલની શોધખોળ હાથ ધરવામાં આવી આ શોધખોળ દરમિયાન વર્ષ 1996માં ચોરાયેલા 444 ગ્રામ વજનના ચાંદીના બે ચૂડા અને ચાંદીનો ટુકડો (કિંમત રૂ. 2 લાખ) મળી આવ્યા આ ઉપરાંત, વર્ષ 2006માં ચોરાયેલ ચાંદીનું છતર (કિંમત રૂ. 4,500).

અને વર્ષ 2024માં ચોરાયેલી નાકની ચૂંક તથા ઝાંઝર (કિંમત રૂ. 65 હજાર) પણ શોધી કાઢવામાં આવ્યા શોધી કાઢવામાં આવેલ કુલ રૂ. 2,69,500 કિંમતના મુદ્દામાલને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ પોલીસ અધિક્ષક વાવ-થરાદના હસ્તે મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો સુઈગામ પોલીસની આ કામગીરીને લોકો દ્વારા સરાહના મળી રહી.


