પાટણમાં વિકસિત ભારત@2047 કાર્યક્રમોની તૈયારીઓના ભાગ રૂપે કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ….

June 2, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં ‘વિકસિત ભારત@2047’ અને ‘વિકસિત ગુજરાત@2047’ના સંકલ્પને જનઆંદોલન બનાવવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ રાજ્ય સરકાર દ્વારા 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન રાજ્યભરમાં વિવિધ જનકલ્યાણ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમોના સુચારુ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ બેઠકમાં કલેક્ટર પ્રશાંત જિલોવાએ જણાવ્યું વિકસિત ભારત@2047’નો સંકલ્પ માત્ર સરકારી કાર્યક્રમ ન રહેતા જનઆંદોલન બને તે માટે તમામ વિભાગોએ સંકલિત પ્રયાસો કરવા પડશે તેમણે ભારપૂર્વક કહ્યું કે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે.

Patan Collector Prashant Jilowa Chairs Meeting for Viksit Bharat@2047 Prep

અને દરેક નાગરિક આ અભિયાનનો સક્રિય ભાગીદાર બને તે માટે વ્યાપક જનજાગૃતિ અને લોકસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવે આ અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં એક પેડ માં કે નામ વૃક્ષારોપણ અને જતન અભિયાન સ્વચ્છતા અભિયાન પ્રગતિ પથ યાત્રા પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન વિકસિત ભારત સંકલ્પ સંમેલન સરકારની સિદ્ધિઓની પ્રદર્શની જનકલ્યાણ શિબિરો પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ અને વિશ્વ યોગ દિવસની ઉજવણીનો સમાવેશ થાય કલેક્ટરએ તમામ વિભાગોને આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા કાર્યક્રમોમાં મહત્તમ જનસહભાગિતા સુનિશ્ચિત કરવા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા તેમજ યોજનાઓના લાભાર્થીઓ સુધી સીધો સંપર્ક સાધવા સૂચના આપી.

તેમણે દરેક કાર્યક્રમના ગુણવત્તાસભર અને પરિણામલક્ષી અમલીકરણ પર ભાર મૂક્યો કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી કલેક્ટરએ નોડલ અધિકારીઓને વિભાગીય સ્તરે નિયમિત સમીક્ષા કરવા કામગીરીનું સતત મોનિટરિંગ કરવા અને સમયસર અહેવાલ રજૂ કરવાની સૂચના આપી તેમણે લોકભાગીદારીને કેન્દ્રમાં રાખીને વિકસિત ભારત@2047 અને વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યો સિદ્ધ કરવા સર્વાંગી પ્રયાસો કરવા અનુરોધ કર્યો આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0