ગરવી તાકાત બનાસકાંઠા : પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ હનુમાન ટેકરી નજીક આવેલા ચિનુવિલામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો આ ગુનામાં રાજસ્થાનની બાગરીયા ગેંગના એક સાગરીત રાકેશ ઘીસાલાલ બાગરીયાને ઝડપી પાડવામાં આવ્યો આ ગેંગ બંધ મકાનોમાં ચોરી કરવા માટે ટ્રેલર ટ્રકનો ઉપયોગ કરતી ગત 19મે, 2026 ના રોજ પાલનપુર-આબુરોડ હાઈવે પરના ચિનુવિલા મકાનમાં ચોરી થઈ બપોરના સમયે અજાણ્યા ઈસમોએ મકાનના ગેટ કૂદીને પ્રવેશ કર્યો તેઓએ મુખ્ય દરવાજાની લોખંડની જાળીનો નકુચો અને લાકડાના મેઈન દરવાજાનું લોક તોડીને અંદર પ્રવેશ કર્યો.

બેડરૂમના કબાટમાંથી આશરે 1500 ગ્રામ વજનના ચાંદીના ગ્લાસ, વાટકી, ટ્રે, બોટલ અને સિક્કા સહિત કુલ 65,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયો આ અંગે પાલનપુર શહેર પશ્વિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું LCB ટીમોએ મોલ, શોપિંગ સેન્ટર અને ભીડભાડવાળી જગ્યાઓના 100 થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા ટેકનિકલ અને હ્યુમન સોર્સ તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલમાંથી મળેલા લીડના આધારે તપાસ આગળ વધી તપાસ દરમિયાન, રાજસ્થાનના કેકડી જિલ્લાના બાર્ગરા ગામના મુખ્ય સૂત્રધાર રમેશ બાગરીયા અને તેના સાગરીતોની સંડોવણી જણાઈ.
![]()
આ ગેંગ ટ્રેલર ટ્રક નંબર RJ-52-GB-5280નો ઉપયોગ કરીને ચોરી કરતી હોવાનું સામે આવ્યું LCB ટીમોએ આ ગુનામાં સંડોવાયેલા રાકેશ ઘીસાલાલ બાગરીયા (રહે. દેવપુરા, ફારકીયા, તા.જી. કેકડી, રાજસ્થાન) ને ઝડપી પાડ્યો રાકેશની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે તેના બનેવી રમેશ બાગરીયા, પ્રકાશ બાગરીયા, નોરતીયા બાગરીયા અને બાબુલાલ બાગરીયા સાથે મળીને ટ્રેલર ટ્રકનો ઉપયોગ કરીને પાલનપુરના ચિનુવિલામાં ચોરી કરી આ ગેંગે દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાં સંખ્યાબંધ ચોરીઓ આચરી હોવાનું પણ બહાર આવ્યું.


