ગરવી તાકાત મહેસાણા : વિજાપુર તાલુકાના રણાસણ ગામ નજીક આશ્રમ ચોકડી પાસે રવિવારે રાત્રે માર્ગ અકસ્માત થયો આ ઘટનામાં મધ્યપ્રદેશના 21 વર્ષીય યુવકનું મૃત્યુ થયું બેદરકારીપૂર્વક ટ્રક ચલાવી યુવકને ટક્કર મારનાર ચાલક ફરાર થઈ ગયો મૃતક યુવકની ઓળખ પ્રિયાંશુ અશોક રજક તરીકે થઈ તે મધ્યપ્રદેશના મોરેના જિલ્લાની સંજય કોલોનીનો રહેવાસી પ્રિયાંશુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં રોજગારી માટે આવ્યો અને મહેસાણા જિલ્લામાં પરોઠા બનાવતી ફેક્ટરીમાં કામ કરતો.
![]()
રવિવારે રાત્રે પ્રિયાંશુ તેના મિત્ર કુણાલ શર્મા સાથે વિજાપુર-ગાંધીનગર હાઇવે પર આશ્રમ ચોકડી પાસે ઊભો તે સમયે GJ-18-BW-2105 નંબરની ટ્રકના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી બાજુમાં ઊભેલા પ્રિયાંશુને ટક્કર મારી ટક્કર વાગતા પ્રિયાંશુ નીચે પટકાયો અને ટ્રકનું ટાયર તેના માથા પરથી ફરી વળતા તેને ગંભીર ઇજાઓ થઈ સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રિયાંશુને તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો આ ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનો મધ્યપ્રદેશથી વિજાપુર પહોંચ્યા પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો મૃતકના ભાઈ રાહુલ અશોક રજકે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.


