T20 વર્લ્ડ કપમાં દર્શકોને મેચ જોવાની પરવાનગી મળશે ! 70 ટકા કેપેસીટી સાથે મળી શકે છે મંજુરી !

October 4, 2021

આઇપીએલ 2021  નો બીજાે તબક્કો હવે અંતિમ તબક્કામાં છે. T20 વર્લ્ડકપ 15 ઓક્ટોબર આઇપીએલની ફાઇનલનાં એક દિવસ બાદ 17 ઓક્ટોબરથી 14  નવેમ્બર દરમિયાન સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) અને ઓમાનમાં શરૂ થશે. આ ટુર્નામેન્ટ દર્શકો માટે ખૂબ જ ખાસ સાબિત થવા જઈ રહી છે, કારણ કે તેમને આઇપીએલની જેમ ટી 20 વર્લ્ડ કપમાં મેચ જાેવા માટે સ્ટેડિયમમાં જવાની પરવાનગી મળશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ કહ્યું છે કે ટી 20 વર્લ્ડ કપમાં 70 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

દુબઇમાં, લગભગ 70  ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. વળી, અબુ ધાબીમાં સોશિયલ ડિસ્ટસનાં નિયમોનું પાલન કરીને, દર્શકો સ્ટેડિયમમાં આવશે અને મેચ જાેશે. ઓમાનની રાજધાની મસ્કતમાં રમાનારી મેચોમાં માત્ર ૩ હજાર દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 17 ઓક્ટોબરે ઓમાનમાં શરૂ થશે, જેમાં ઓમાનનો સામનો પાપુઆ ન્યૂ ગિની સાથે થશે જ્યારે બાંગ્લાદેશનો પ્રારંભિક મેચમાં સ્કોટલેન્ડ સામે મુકાબલો થશે. ભારત ૨૪ ઓક્ટોબરે દુબઈમાં ટી-20 વર્લ્‌ડકપનાં સુપર 12 લીગમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા ટી20 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો હતો, પરંતુ કોવિડ-19 મહામારીનાં કારણે તેને બહાર ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – T20 વર્લ્ડ કપ બાદ રોહીત શર્માને ટીમ ઈન્ડીયાની કેપ્ટનશીપ મળી શકે છે – અગાઉ કોહલીએ કપ્તાની છોડવાની કરી હતી જાહેરાત !

જાે કે આ ટી20 વર્લ્ડ કપનુ આયોજન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આ વખતે આ મેગા ઈવેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની શરૂઆત પહેલા, 8 દેશોની ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ હશે, જે 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમો પણ સામેલ છે. આમાંથી ચાર ટીમો સુપર-૧૨ તબક્કા માટે ક્વોલિફાઇ થશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0