ડીસાની ત્રણ હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવતા તબીબોમાં ફફડાટ

November 2, 2021
Palanpur sonography machine

સોનોગ્રાફી મશીનની નિભાવણી પીએનડીટી એક્ટ મુજબ ન કરાતા આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી

 
ડીસા શહેરની ત્રણ હોસ્પિટલના તબીબોએ પીએનડીટી એક્ટ નો ભંગ કર્યો હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની તપાસમાં આવતા આરોગ્ય વિભાગે ત્રણેય હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન સીલ કરી દેતા ડીસા શહેરના તબીબ આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
 
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.વી. પટેલે એક માસ અગાઉ ડીસા અને ધાનેરામાં હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં ડીસા શહેરમાં ગાયત્રી મંદિર સામે આવેલ ડો. તુષાર એમ. પટેલની હરિવાદન સર્જીકલ હોસ્પિટલ, ડો. બીમલ જે.બારોટની ઓમ  ઓર્થોપેડિક એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ તેમજ દીવ્ય કોમ્પલેક્ષમાં આવેલી ડો ચિંતન આર. આચાર્યની આચાર્ય હોસ્પિટલમાં તપાસ કરતા હોસ્પિટલના સોનોગ્રાફી મશીનની નિભાવણી પીએનડીટી એક્ટ મુજબ થતી ન હોવાનું જાણવા મળ્યું હતું. તબીબોએ આરોગ્ય વિભાગમાં સોનોગ્રાફી મશીનના રજીસ્ટરના રિપોર્ટ રજૂ કરેલા ન હતા તેમજ રજીસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં પણ આવતા ન હોવાનું તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું.

જેથી જિલ્લા આરોગ્ય અધિકારીએ ત્રણેય તબીબોને કારણ દર્શક નોટિસો ફટકારી હતી તેમજ જિલ્લા પીએનડીટી એડવાઇઝરી કમિટીની મિટિંગમાં પણ આ ત્રણેય તબીબોના સોનોગ્રાફી મશીનો સીલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તેમજ ડીસા તાલુકા હેલ્થ અધિકારી સહિતની ટીમેં આજે સાંજે  આ ત્રણેય હોસ્પિટલોમાં ઓચિંતી રેડ કરી ત્રણેય તબીબોના સોનોગ્રાફી મશીનો સીલ કરી એક માસથી લઈને એક માસથી વધુ સમય માટે  સીલ કરી હાલ પૂરતું તેનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કર્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0