વિસનગરના ખદલપૂર ગામે ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો SMCએ કર્યો પર્દાફાશ…

June 26, 2025

ગરવી તાકાત મહેસાણા : ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિસનગર તાલુકાના ખદલપુર ગામની સીમમાં બાતમીના આધારે રેડ કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો અને ગેરકાયદે સ્ટોક ટ્રેડિંગ કરતા ત્રણ શખ્સોને પકડ્યા આરોપીઓ લાયસન્સ વગર શેર બજારમાં વધુ કમાણી કરી આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા મેળવતા હતા. પકડાયેલા આરોપીઓમાં વડનગર તાલુકાના બાબીપુરા ગામના ઠાકોર જીગરજી જસવંતજી.

વિસનગરના આથમણા ઠાકોર વાસના સંજયજી ઉર્ફે પિન્ટુ જીવણજી ઠાકોર અને બાબીપુરા ગામના ઠાકોર અલ્કેશજી ઉર્ફે લાલુ લક્ષ્મણજીનો સમાવેશ થાય બાબીપુરા ગામના ઠાકોર સિદ્ધરાજજી જસવંતજી, ઠાકોર રોહિતજી દશરથજી અને ખદલપુર ગામના ઠાકોર વિજયજી જોઈતાજી ફરાર થઈ ગયા.

આરોપીઓ મોબાઈલ એપ્લિકેશન દ્વારા શેર બજારની વધઘટ જોઈને લોકોને ટ્રેડિંગની ટિપ્સ આપતા હતા પોલીસે ઘટનાસ્થળેથી પાંચ મોબાઈલ, રૂ.1,570ની રોકડ રકમ અને મોબાઈલ ડેટા પેજ સહિત કુલ રૂ.22,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિસનગર તાલુકા પોલીસ મથકમાં છ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0