ખેડબ્રહ્મા તાલુકાના ધોળીવાવ ગામની સીમમાં આવેલી વડીલોપાર્જીત ખેતીની જમીનની માપણી બાબતે થયેલા ઝઘડામાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ

July 7, 2026

ગરવી તાકાત ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકાના ધોળીવાવ ગામની સીમમાં આવેલી વડીલોપાર્જીત ખેતીની જમીનની માપણી બાબતે થયેલા ઝઘડામાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ દિધીયા ગામના વિનોદભાઈ ચૌહાણ અને તેમના ભાઈઓએ આ ફરિયાદ નોંધાવી આ વિવાદ ધોળીવાવ ગામની સીમમાં સર્વે નંબર ૧૧૧માં આવેલી વિનોદભાઈ ચૌહાણ અને તેમના ભાઈઓની જમીન તથા દિધીયાકંપાના વિશનભાઈ મેઘજીભાઈ પટેલની જમીન વચ્ચેની હદને લઈને ચાલી રહ્યો બંને પક્ષો વચ્ચે જમીનની હદ બાબતે મતભેદ ગત ૨ જુલાઈના રોજ વિનોદભાઈ અને તેમના પરિવારના સભ્યો ખારીવાળા નામે ઓળખાતા ખેતરમાં બોરવેલ પાસે હાજર તે સમયે વિશનજીભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, છગનભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ વિવાદિત જગ્યાએ આવ્યા.

હિંમતનગરમાં દાગીના લેવા આવેલા વ્યક્તિ પર જીવલેણ હુમલો

વિનોદભાઈના મોટાભાઈ લીલાભાઈએ તેમની પાસે જઈને જમીનની હદ બાબતે વાતચીત કરી અને સર્વે કરાવવા વિનંતી કરી જોકે, વિશનજીભાઈએ સર્વે કરાવવાની ના પાડી અને લીલાભાઈ સાથે બોલાચાલી કરી આ જોઈને વિનોદભાઈ પણ ત્યાં પહોંચ્યા અને વિશનભાઈ તથા તેમની સાથેના માણસોને સર્વે કરાવવા અને સર્વેમાં જે નિર્ણય આવે તે સ્વીકારવા જણાવ્યું આ સાંભળીને વિઠ્ઠલભાઈ પટેલ ઉશ્કેરાઈ ગયા અને વિનોદભાઈને તમાચો મારી અપશબ્દો બોલવા લાગ્યા દેવાભાઈ ચૌહાણ અને રામાભાઈ ચૌહાણ પણ ત્યાં આવ્યા છગનભાઈ પટેલ ઉશ્કેરાઈને રામાભાઈને બાથે વળગી નીચે પાડી દીધા અને ગડદાપાટુનો માર માર્યો.

વિશનભાઈએ દેવાભાઈને માર મારવાનું શરૂ કર્યું ત્યારે વિનોદભાઈ તેમને બચાવવા વચ્ચે પડ્યા મહેશભાઈ બાબુભાઈ પટેલે પણ લીલાભાઈ ધનાભાઈને ગડદાપાટુનો માર માર્યો ત્યાં હાજર પંચોએ વચ્ચે પડીને વધુ મારથી બચાવ્યા  આ ચારેય ઈસમોએ ગાળો આપીને ધમકી આપી “આ જમીન અમારા સર્વે નંબરમાં આવે અને અમારે કોઈ સર્વે કરાવવો નથી. તમે સીધા રહેજો નહીં તો તમને બધાને મારી નાખીને અહીં જ દાટી દઈશું.” આટલું કહીને તેઓ ત્યાંથી જતા રહ્યા આ ઘટના બાદ વિનોદભાઈ ચૌહાણે વિશનજીભાઈ મેઘજીભાઈ પટેલ, મહેશભાઈ બાબુભાઈ પટેલ, છગનભાઈ ભીમજીભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ મેઘજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0