ટડાવ ગામ અને આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ CHCનું અટકેલું બાંધકામ ફરી શરૂ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યો

July 7, 2026

ગરવી તાકાત વાવ-થરાદ : વાવ-થરાદ જિલ્લાના ટડાવ ગામ અને આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)નું અટકેલું બાંધકામ ફરી શરૂ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું ગ્રામજનોનો આક્ષેપ કે થોડા લોકોના વિરોધના આધારે કામ બંધ કરાવવામાં આવ્યું જ્યારે આ હોસ્પિટલથી એક લાખથી વધુ લોકોને આરોગ્ય સેવાનો લાભ મળશે ટડાવ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી CHC ક્વાર્ટરમાં કાર્યરત હોવાથી દર્દીઓને પૂરતી સુવિધાઓ મળતી ન હતી આથી ગામના એક દાતાએ સરકારને મીટર જમીન દાનમાં આપી.

Tadav CHC Construction Stalled; Villagers Petition CM | Collector Office  Gujarat

ત્યારબાદ સરકારે રૂ. 5.48 કરોડના ખર્ચે નવા CHCના બાંધકામને મંજૂરી આપી હતી અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું પરંતુ મૌખિક સૂચનાના આધારે તે અટકાવી દેવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવાયું જૂન 2026માં ફરી કામ શરૂ થયું પરંતુ કેટલાક લોકોના વિરોધ બાદ 3 જુલાઈ 2026ના રોજ અધિકારીઓએ સ્થળ પર પહોંચી બાંધકામ ફરી બંધ કરાવ્યું ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું અધિકારીઓએ ખોટા કારણો દર્શાવીને હાલના ક્વાર્ટર વિસ્તારમાં જ હોસ્પિટલનું બાંધકામ કરવાની ભલામણ કરી.

જો ત્યાં જ બાંધકામ શક્ય તો પાંચ વર્ષ પહેલાં નવી જમીનની માંગણી અને દાતા પાસેથી જમીન સ્વીકારવાની જરૂર કેમ પડી હતી તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો આ ઉપરાંત, હાલનું બાંધકામ સ્થળ ટડાવ બસ સ્ટેન્ડથી અંદાજે 600 મીટરના અંતરે હોવા છતાં, સરકાર સમક્ષ 1200 મીટરનું અંતર દર્શાવી ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો ગ્રામજનોએ સ્થળનો ફરી સર્વે કરી એક લાખથી વધુ વસ્તીના હિતમાં દાતાએ દાનમાં આપેલી જમીન પર મંજૂર થયેલા CHCનું બાંધકામ તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0