મહેસાણા LCBએ ખેરપુરામાંથી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડી સાથે 6.07 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યા…

July 7, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃતિઓ પર અંકુશ લાવવા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષકની સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એક્શન મોડમાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સતત પેટ્રોલીંગમાં તે દરમિયાન ખેરાલુ હાઇવે પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી પેટ્રોલીંગ દરમિયાન પીએસઆઈ એ.એમ. રાઠોડ અને પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહને સંયુક્ત રીતે એક ચોક્કસ અને સચોટ બાતમી મળી બાતમી રાજસ્થાન તરફથી એક નંબર પ્લેટ વગરની મારુતિ સુઝુકી સ્વીફ્ટ ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને એક બુટલેગર સતલાસણા થઈ ખેરાલુ હાઇવે રોડ તરફ આવી રહ્યો.

Mehsana LCB team nabs 6 gambling men, seizes total worth of 1 lakh 18  thousand 880

આ બાતમીના આધારે એલસીબી સ્ટાફના પીએસઆઈ એ.એમ. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ, મૌલિકભાઈ અને કિરપાલસિંહ સહિતની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી નેનીવાડા ચાર રસ્તા આગળ વ્યૂહાત્મક વોચ ગોઠવી દીધી વોચ દરમિયાન બાતમી મુજબની શંકાસ્પદ સ્વીફ્ટ ગાડી આવતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો જોકે, પોલીસની ટીમને સામે જોઈને ગાડીના ચાલકે વાહન ઊભું રાખવાને બદલે ખેરપુરા ગામ તરફ ભગાડી મૂક્યું આ જોઈ એલસીબીની ટીમે પણ સરકારી વાહનો સાથે ફિલ્મી ઢબે ગાડીનો પીછો શરૂ કર્યો પોલીસ પાછળ જ હોવાથી ગભરાયેલો ચાલક અંધારામાં ગાડી પરનો કાબૂ ગુમાવી બેઠો અને ખેરપુરા ગામના નેડીયામાં આવેલી એક કાંટાળી વાડમાં ગાડી ભટકાવી દીધી ગાડી વાડમાં ખરાબ રીતે ફસાઈ જતાં ચાલક વાહન ત્યાં જ મૂકીને રાત્રિના અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટવામાં સફળ રહ્યો.

Kharepura Liquor Seizure: 6.07 Lakhs Swift Car Nabbed by Mahesana LCB

પોલીસે ફસાયેલી મારુતિ સ્વીફ્ટ ગાડીની ઝીણવટભરી તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ 1,238 નંગ બોટલો મળી આવી જેની અંદાજિત કિંમત ₹4,07,309 જેટલી થાય આ ઉપરાંત ચોંકાવનારી બાબત એ સામે આવી કે ગાડીની અંદરથી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે રાખેલી બે નકલી નંબર પ્લેટો પણ મળી આવી પોલીસે ₹2 લાખની કિંમતની સ્વીફ્ટ ગાડી અને દારૂનો જથ્થો મળીને કુલ ₹6,07,309નો મુદ્દામાલ કબજે કર્યો આ સફળ કામગીરી બાદ એલસીબીએ સ્વીફ્ટ ગાડીના અજાણ્યા ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં સોંપણી કરી હાલમાં ખેરાલુ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરાર બુટલેગરને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0