ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમા ગત મોડી રાત્રે મહેસાણા એસઓજી ટીમે બાતમી આધારે દરોડા પાડીને 30 કિલોથી વધુ ગાંજો ઝડપી લીધો હતો. શહેરમાં વડનગર દરવાજા પાસે રહેતી મહિલાને ત્યાં પોલીસે બાતમી આધારે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. જેમાં મહિલા ઝડપાઇ છે
મહેસાણા એસઓજીની ટીમ વિસનગર ટાઉનમાં પેટ્રોલિંગ પર હતી. એ દરમિયાન ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિસનગર શહેરમાં આવેલા વડનગરી દરવાજા નજીક મસ્તાનનગરમાં રહેતી ફકીર રજિયાબાનું શાહબુદ્દીન નામની મહિલા પોતાના મકાનમાં ગાંજો વેચે છે. બાતમી આધારે મહેસાણા એસઓજી ટીમે પોતાના માણસો સાથે મસ્તાનનગરમાં આવેલા અયાન મંજિલ લખેલા મકાનમાં દરોડા પડ્યાં હતાં. જ્યાં એક મહિલાએ પોલીસને જોઈ ત્રણ મોટી બેગો લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો
પોલીસે મહિલાને ઝડપી લીધી હતી. બાદમાં તપાસ દરમિયાન 30 કિલો 490 ગ્રામ ગાંજો જેની કિંમત 3 લાખ 4 હજાર 900 તેમજ 1 મોબાઈલ સહિત કુલ 3 લાખ 9 હજાર 200નો મુદ્દામાલ એસઓજી એ જપ્ત કર્યો હતો.
મહિલા સાથે પૂછપરછ દરમિયાન તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ગાંજાનો જથ્થો સુરતના કીમ ચોકડી ખાતે રહેતા રાજુ નામના ઈસમને સંપર્ક કરી લાવી હતી. જેથી રેડ દરમિયાન ઝડપાયેલી ફકીર રજીયાબાનું શાહબુદ્દીન ઝડપી વિસનગર શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી ફરાર આરોપીને ઝડપવા પોલીસે તપાસ શરૂ કરી છે