પ્રાંતિજ પોલીસે મહાદેવપુરા ગામની સીમમાં વાયર ચોરીના બે અલગ-અલગ ગુનામા ચાર આરોપીઓની કરી ધરપકડ….

May 18, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મહાદેવપુરા ગામની સીમમાં વાયર ચોરીના બે અલગ-અલગ ગુના નોંધાયા આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2), 317(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પ્રથમ બનાવમાં, ફરિયાદી જયેશકુમાર બાબુભાઈ પટેલે ફરિયાદ નોંધાવી કે 13 મે 2026ની રાત્રે 10:30 વાગ્યાથી 14 મેના સવારે 8:30 વાગ્યા દરમિયાન મહાદેવપુરા ગામની સીમમાં આવેલા ખેતરોના કૂવાઓ પરથી આશરે 43 મીટર કેબલ વાયરની ચોરી થઈ.

ચોરાયેલા કેબલ વાયરની કિંમત આશરે રૂ. 6,880 બીજા બનાવમાં, ફરિયાદી ધનજીભાઈ બાબુભાઈ ભરવાડે નોંધાવેલી ફરિયાદ મુજબ, 14 મે 2026ની રાત્રે 11 વાગ્યાથી 15 મેના સવારે 8 વાગ્યા દરમિયાન મહાદેવપુરા ગામની સીમમાં આવેલી રીફલેકશન સોલાર એન્ડ એનર્જી પ્રા. લિ. કંપનીમાંથી આશરે 95 મીટર સોલર કેબલ વાયરની ચોરી થઈ આ ચોરાયેલા વાયરની કિંમત રૂ. 10,925 આંકવામાં આવી.

પોલીસ તપાસ દરમિયાન, અલ્પેશભાઈ ગોવિંદભાઈ રાવળ, વિશાલકુમાર રામાભાઈ રાવળ, નંદલાલ તુલસાજી પ્રજાપતિ અને પારસ પન્નાલાલ ગુર્જરને ઝડપી પાડવામાં આવ્યા તપાસમાં સામે આવ્યું કે આરોપી અલ્પેશભાઈ રાવળ અને વિશાલકુમાર રાવળે વાયરની ચોરી કરી અને તેને આરોપી નંદલાલ પ્રજાપતિ તથા પારસ ગુર્જરને વેચાણ કર્યો પોલીસે આરોપીઓને 17 મે 2026ના રોજ અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી બંને ગુનાની તપાસ અ.હે.કો. હરેશકુમાર ગેમરભાઈ દ્વારા હાથ ધરવામાં આવી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0