ગરવી તાકાત પાલનપુર : પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલે, 19 મે, 2026ના રોજ યોજાશે પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ માટે યોજાનારી આ ચૂંટણીમાં ભાજપનો કબજો નિશ્ચિત મનાઈ રહ્યો કારણ કે પ્રમુખપદ સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવ્યું અને ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી આ ચૂંટણી પ્રક્રિયા પાલનપુર નગરપાલિકા કચેરી ખાતે બપોરે 12 વાગ્યે શરૂ થશે પાલનપુરના નાયબ કલેકટર.
અને અધ્યાશી અધિકારીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963ની કલમ-32 મુજબ, ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા બોલાવવામાં આવી આ બેઠકમાં ફક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની જ કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકામાં કુલ 44 સભ્યો જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના 27 કોંગ્રેસના 12 અને 5 અપક્ષ સભ્યોનો સમાવેશ થાય.
પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખપદની બેઠક સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવી ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર ભાજપના ઉમેદવારોની વરણી થશે તે નિશ્ચિત ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બની અને ભાજપના જીતેલા ઉમેદવારોએ પક્ષના નિર્ણયને સ્વીકારવાની ખાતરી આપી.


