બનાસકાંઠા LCBએ પાંથાવાડા નજીકથી ₹1.13 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

May 18, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCB પાંથાવાડા નજીકથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડાતો ₹1.13 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસ ટીમે એક ટ્રેલર ટ્રકમાંથી બાજરી અને ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલી પંજાબ નિર્મિત વિદેશી દારૂ અને બિયરની કુલ 16,092 બોટલો કબજે કરી આ મામલે રાજસ્થાનના એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંથાવાડાથી ડીસા જતા હાઇવે પર કુચાવાડા નજીક નાકાબંધી કરવામાં આવી આ દરમિયાન શંકાસ્પદ જણાતા ટ્રેલર ટ્રકને રોકીને તલાશી લેવામાં આવી તપાસ દરમિયાન ટ્રકમાંથી બાજરી અને ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલો ₹73,50,816ની કિંમતનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો.

પોલીસે દારૂ ટ્રક અને અન્ય વસ્તુઓ મળી કુલ ₹1,13,61,316નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે આ કેસમાં ટ્રેલર ટ્રકના ચાલક રામકરણસિંહ રામલાલ જાટ (રહે. સાવલોડા, લાડખણી, તા.જી. સીકર, રાજસ્થાન)ની ધરપકડ કરી પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ દારૂની હેરાફેરી કરવા માટે ટ્રક પર તેના અસલી નંબર GJ-12-BV-6635ના બદલે બનાવટી નંબર પ્લેટ લગાવી આ ઉપરાંત પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બનાવટી બિલ અને બિલ્ટ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો આ ગુનામાં દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય સાગરીતો સામે પણ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન.

Palanpur LCB Seizes 16092 Liquor Bottles; 1 Bootlegger Held

અને ભારતીય ન્યાય સંહિતા એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિના અમલ માટે બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS) અને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (IPS) દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી જેના આધારે જિલ્લામાં રાજસ્થાન સરહદેથી થતી દારૂની ગેરકાયદે હેરાફેરી રોકવા અને ગુનેગારો સામે કાર્યવાહી કરવા ખાસ ટીમો બનાવવામાં આવી આ અંતર્ગત LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. જાડેજા અને જે.એસ. ગઢવીની ટીમોએ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0