પાટણ શહેરમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો….

May 7, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો બગવાડા દરવાજા નજીક આવેલી એક દુકાન પાસેથી મોબાઈલ આઈડી દ્વારા સટ્ટો રમાડતા આરોપી પાસેથી પોલીસે કુલ ₹11,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસે જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પાટણ સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ભોપાજીને બાતમી મળી.

Patan IPL Betting Bust; ₹11,100 Seized Near New Vidhya Paper Shop

કે બસ સ્ટેશન સામે આવેલ ન્યુ વિધ્ય પેપર નામની દુકાન પાસે એક શખ્સ એન્ડ્રોઈડ મોબાઈલમાં આઈડી વડે ટાટા આઈપીએલ ટ્રોફીની સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડી રહ્યો બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા હિતેશ જયંતિલાલ પટેલ (રહે. સુવિધીનાથ સોસાયટી, કાળકા રોડ, પાટણ) નામનો શખ્સ મળી આવ્યો પોલીસે આરોપીના મોબાઈલની તપાસ કરતા તેમાં ‘Thetiger247.com’ નામની સાઈટ ખુલેલી જોવા મળી જેમાં યુઝરનેમ ‘Bnk321’ થી લોગીન થયેલું આ આઈડીમાં બેલેન્સ તરીકે ₹32000.60 દર્શાવતા.

IPL 2025 থাকে নদিয়ার তাহেরপুরে, এদিকে IPL-এর 'বেতাজ বাদশা'! পুলিশ ধরতেই  ফাঁস হয়ে গেল সব betting in ipl west Bengal police arrested one person |  লেটেস্ট দক্ষিণবঙ্গের খবর ...

અને ચાલી રહેલી ક્રિકેટ મેચના સેશન્સ પર સટ્ટાના આંકડા લગાડેલા જોવા મળ્યા આરોપીએ પૂછપરછમાં જણાવ્યું કે તેણે બે મહિના અગાઉ ગુગલ ક્રોમમાં જાહેરાત જોઈ આ આઈડી ઓનલાઈન મેળવી પોલીસે આરોપી પાસેથી ₹10,200 ની કિંમતનો ઓપો રેનો-7 5G મોબાઈલ ફોન, ₹900 ની રોકડ રકમ અને સટ્ટાના લખાણવાળા 4 સ્ક્રીનશોટ પેજ મળી કુલ ₹11,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો આ મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12A મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દશરથજી ભોપાજી ઠાકોરને સોંપી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0