ખેરાલુ પોલીસે મલેકપુર ગોગાપુરા પાટિયા નજીકથી કતલખાને લઈ જવાઈ રહેલ પશુઓને બચાવ્યા……

May 7, 2026

ગરવી તાકાત મહેસાણા : ખેરાલુ પોલીસે મલેકપુર ગોગાપુરા પાટિયા નજીકથી કતલખાને લઈ જવાઈ રહેલા બે પશુઓને બચાવ્યા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને બોલેરો મેક્સ ગાડીના ચાલક સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે બળાદ ગામ તરફથી એક બોલેરો મેક્સ ગાડી (નંબર GJ 01 DZ 1473) પશુઓ ભરીને કતલખાને જઈ રહી આ બાતમીના આધારે પોલીસે મલેકપુર ગોગાપુરા પાટિયા પાસે વોચ ગોઠવી અને શંકાસ્પદ ગાડીને રોકાવી.

Kheralu Police Case Against 3 Including Bolero Driver | Animals Rescued

ગાડીની તપાસ કરતા તેમાં બે પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા પોલીસે ગાડી ચાલક પઠાણ જોયબખાન (ઉંમર 31, રહે. ભાલક સોસાયટી, વિસનગર)ની પૂછપરછ કરી તેણે પશુઓની માલિકી અને ક્યાંથી લાવ્યા તે અંગે સંતોષકારક જવાબ આપ્યો ન વધુ પૂછપરછમાં ચાલકે જણાવ્યું કે તે એક પાડો અને એક HF ગાય મંદ્રોપુર ગામના ફુલભાઈ રબારી પાસેથી લાવ્યો અને તેને વિસનગર તાલુકાના ભાલક ગામે માજીદખાન પઠાણ પાસે લઈ જઈ રહ્યો.

પશુ હેરાફેરી માટે તેની પાસે કોઈ પરમિટ પણ ન પોલીસે બોલેરો મેક્સ ગાડી (કિંમત 3 લાખ), એક પાડો (કિંમત 25,000), એક HF ગાય (કિંમત 15,000) અને એક ઓપ્પો કંપનીનો મોબાઈલ (કિંમત 5,000) કબજે કર્યો પોલીસે ગાડી ચાલક, પશુ ભરી આપનાર અને પશુ મંગાવનાર સહિત ત્રણ વ્યક્તિઓ સામે દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0