ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના બે અલગ-અલગ કિસ્સામાં કુલ રૂ. 11.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ખેડબ્રહ્મા નજીકથી LCBએ રૂ. 7.04 લાખનો દારૂ અને કાર ઝડપી પાડી જ્યારે પ્રાંતિજ પોલીસે રૂ. 4.93 લાખનો દારૂ અને કાર જપ્ત કરી બંને કિસ્સામાં કાર ચાલકો ફરાર થઈ ગયા ખેડબ્રહ્મા તાલુકાના નાડા ગામ નજીક LCBની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી કેનાલ રોડ પરથી પસાર થઈ રહેલી શંકાસ્પદ આઈ-20 કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો પોલીસે પીછો કરીને કારને ઝડપી પાડી.

કારની તલાશી લેતા તેમાંથી રૂ. 2,74,560ની કિંમતની વિદેશી દારૂ અને બિયરની 11 પેટીઓમાંથી કુલ 1152 બોટલો મળી આવી પોલીસે રૂ. 4,30,000ની કિંમતની કાર સહિત કુલ રૂ. 7,04,450નો મુદ્દામાલ કબજે કર્યો આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા ત્રણ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી ફરાર થયેલા આરોપીઓમાં કાર ચાલક પીરો ઉર્ફે પ્રવીણભાઈ કાન્તીભાઈ ડામોર (રહે. ચોકલી, જાડોલ, ઉદેપુર, રાજસ્થાન), કારમાં ચાલક પાસે બેઠેલો અજાણ્યો ઈસમ અને રાજસ્થાનમાં દૈયા નજીક બુજા ઠેકાવાળો (દારૂનો જથ્થો ભરી આપનાર)નો સમાવેશ થાય.

બીજી ઘટનામાં, પ્રાંતિજ પોલીસે નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન હિંમતનગર તરફથી ગાંધીનગર જતી હ્યુન્ડાઈ આઈ-20 કાર અંગે બાતમી મેળવી પોલીસે કમાલપુર બ્રિજ, સાદોલિયા કેનાલ અને લાકડિયા પુલ નજીક વોચ ગોઠવી પોલીસને જોઈને કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો પોલીસે કારમાંથી રૂ. 1,63,258ની કિંમતની વિદેશી દારૂની 102 બોટલો જપ્ત કરી રૂ. 3,00,000ની કિંમતની કાર સહિત કુલ રૂ. 4,93,258નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ફરાર કાર ચાલક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


