ગરવી તાકાત થરાદ : થરાદ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની રેલી દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું આ મામલે થરાદ પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ અને જાહેરનામાના ભંગ બદલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ સહિત ત્રણ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી થરાદ કલેક્ટર કચેરી ખાતે વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન કાર્યકરો અને સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓ વચ્ચે તીખી બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા.
![]()
આ ઘટનામાં થરાદ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર આહિરે સરકાર પક્ષે ફરિયાદી બની કાયદેસરની ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ, આરોપીઓએ મંજૂરી વિના ગેરકાયદે મંડળી બનાવી જાહેરનામાનો ભંગ કર્યો ફરિયાદમાં જણાવાયું કે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને મહિલા પોલીસ કર્મચારીઓ સાથે ખેંચતાણ કરી અશોભનીય વર્તન કર્યું આ ઉપરાંત, એક મહિલા આરોપીએ પોલીસ કર્મચારી પર મોબાઈલ છુટ્ટો ફેંકી ઈજા પહોંચાડી હોવાનું પણ નોંધાયું જે ત્રણ નેતાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો તેમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ.

થરાદ તાલુકા પ્રમુખ પ્રધાનજી ઠાકોર અને નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણનો સમાવેશ થાય PSI પી.એલ. આહિરે નોંધાવેલી ફરિયાદ મુજબ, પ્રધાનજી ઠાકોર સામે મંજૂરી વગર રેલી લઈ કલેક્ટર કચેરી પહોંચવા અને બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો આરોપ ગીતાબેન નાઈ પર મહિલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરવા, PSIને અપમાનજનક શબ્દો બોલવા અને મોબાઈલ ફેંકી મારવાનો આરોપ સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે અન્ય પોલીસ કર્મચારીઓ સાથે અસભ્ય બોલાચાલી કરવાનો આરોપ થરાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી.


