કડીના મલ્લાહારપુરા રહેણાંક મકાનના ભોંયરામાં જુગાર રમતા 13 ઈસમોને જુગાર રમતા પોલીસે રંગેહાથ ઝડપ્યા

October 15, 2022

— એક અઠવાડિયામાં કડી પોલીસનો જુગાર ધામ પર ત્રીજો સપાટો :

— ભોંયતળિયામાં જુગાર રમી રહ્યાં હતાં :

— હનીફ ઉર્ફે ડેનીના જુગારધામ ઉપર પોલીસે રેડ કરી :

ગરવી તાકાત મહેસાણા :  કડી શહેરના મલ્લાહારપુરા માં હનીફ ઉર્ફે ડેનીના જુગારધામ ઉપર પોલીસે રેડ કરતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો કડી પોલીસે એક અઠવાડિયામાં ત્રણ જુગારધામ ઉપર રેડ કરીને ગેરકાયદેસર ધંધા ચલાવતા ઇસમોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો  કડી પોલીસે શહેરના મલ્લાહારપુરા ના કુંભારવાસમાં જુગાર રમતા 13  જુગારીઓને રંગેહાથ ઝડપ્યા હતા  પોલીસે સ્થળ ઉપરથી ₹.1,29,300ના મુદ્દામાલ કબ્જે કરીને 14 ઈસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધી હતી
કડી પોલીસનો સ્ટાફ ખાનગી વાહનમાં અલગ અલગ વિસ્તારમાં જુગાર લગત કામગીરીમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે સમયે PSI જે.એમ ગહેલોત, મૌલિકભાઈ, જયદેવસિંહ, ધવલકુમાર, પરેશકુમાર, સહિતનો પોલીસ સ્ટાફ નંદાસણ રોડ ઉપર હતો તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી શહેરના મલ્લાહારપુરા કુંભારવાસમાં રહેતા હનીફ ઉર્ફે ડેની કલાલ જે પોતાના ઘરની અંદર બહારથી માણસો બોલાવીને જુગાર રમી રમાડી રહ્યો છે કડી પોલીસે બાતમીની ખરાઈ કરીને પંચોની સાક્ષીએ સ્થળ વાળી જગ્યા ઉપર રેડ કરીને કુલ જુગાર રમતા 13 ઈસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે સ્થળ પરથી હનીફ ઉર્ફે હનિયો ખીચડી મનસૂરી   ફરાર થઇ જતા તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં

— ઘરના ભોંયરામાંથી જુગારીઓને પોલીસે ઝડપ્યા :

કડી પોલીસ મલ્લાહારપુરા  ના કુંભારવાસમાં રહેતા હનીફ ઉર્ફે ડેનીના રહેણાંક મકાનમાં ભોયરામાં જુગાર રમતા 13 ઈસમોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે પોલીસે સ્થળ ઉપરથી ₹.77,800 રોકડ રકમ તેમજ મોબાઈલ સહિત કુલ ₹.1,29,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને એક ઈસમ સ્થળ ઉપરથી ભાગી છુટતા જેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી કડી પોલીસે 14 ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે કડી પોલીસે છેલ્લા થોડાક દિવસોથી દારૂ,જુગાર, વલ્લી મટકાના અડ્ડાઓ ઉપર રેડ કરતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0