પાટણ તાલુકા પોલીસે ટ્રેલર અને પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

October 3, 2025

ગરવી તાકાત પાટણ : પાટણ તાલુકા પોલીસે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘુસાડવાના એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું પોલીસે અશોક લેલન્ડ કંપનીના એક ટ્રેઇલર અને મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો જપ્ત કર્યો દારૂ, બીયર અને વાહનો મળી કુલ રૂ. 37,06,288/- ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. પોલીસની ગાડીની લાઈટનું અજવાળું જોઈ બંને વાહનોના ચાલક અને એક અજાણ્યો ઇસમ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા આ ત્રણેય ઇસમો સામે પાટણ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો.

Patan petrol pump employee refuses to lend petrol, driver beats up, police  lodge complaint against four persons | માર માર્યાની ફરિયાદ: પાટણમાં  પેટ્રોલપંપના કર્મચારીએ ઉધાર પેટ્રોલ આપવાની ના ...

નોંધાયેલ ફરિયાદ મુજબ, ટ્રેઇલર (R.T.O. રજી. નંબર RJ-27-GB-8010) નો ચાલક અને પીકઅપ ડાલા (R.T.O. રજી. નંબર GJ-24-V-8992) નો ચાલક તેમજ એક અજાણ્યો ઇસમ પરસ્પર ગુનાહિત કાવતરું રચીને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા ટ્રેઇલરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો તેવી જ રીતે, પીકઅપ ડાલામાં પણ વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની બોટલો/ટીન વેચાણ કરવાના ઈરાદે હેરાફેરી કરવામાં આવી રહી.

Liquor worth Rs.26 lakh from Jalandhar will be consumed near Golden Chowkdi  before the cutting | કાર્યવાહી: જલંધરથી આવેલો રૂા.26 લાખનો દારૂ ગોલ્ડન  ચોકડી પાસે કટીંગ પહેલાં ઝબ્બે - Vadodara ...

પોલીસે બંને વાહનોમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 મીલીની કુલ 3984 બોટલો (કિંમત રૂ. 9,96,528/-) અને 500 મીલીના બીયરના કુલ 912 ટીન (કિંમત રૂ. 2,09,760/-) જપ્ત કર્યા આમ, કુલ 4896 નંગ દારૂની બોટલો તથા બીયર ટીન જપ્ત કરાયા જેની કુલ કિંમત રૂ. 12,06,288/- થાય. આ ઉપરાંત, પોલીસે ટ્રેઇલર ગાડી (નંબર RJ-27-GB-8010) જેની કિંમત રૂ. 20,00,000/- અને પીકઅપ ડાલા (નંબર GJ-24-V-8992) જેની કિંમત રૂ. 5,00,000/- પણ કબજે કર્યા દારૂ, બીયર અને વાહનો સહિત કુલ રૂ. 37,06,288/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0