— ગુજસીટોક, ખૂન, ખૂનની કોશીષ, વ્યથા, આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સ ઝડપાયો :
ગરવી તાકાત મહેસાણા : આગામી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ શકે તે માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતાં તેમજ નાસતા ફરતાં શખ્સોને ઝડપી લેવા એલસીબી અને એસઓજીએ કમરકસી છે જેમાં દેત્રોજ પોલીસ સ્ટેશન તેમજ સાંથલ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને મહેસાણા એલસીબીએ ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલ્યોં હતો.
મહેસાણા જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ આમ જનતાની શાંતિ અને સલામતી જળવાઇ રહે જેને લઇને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીનાઓએ અવાર નવાર ગુના આચરતી ટોળકી વિરુદ્ધ કડક વલણ અખત્યાર કરી પગલા ભરવા તેમજ નાસતા ફરતાં શખ્સોને ઝડપી પાડવા ઇન્ચાર્જ એલસીબી પી.આઇ જે.પી.રાવને સૂચના આપી હતી જે મુજબ એલસીબી પીઆઇ તથા પીએસઆઇ એ.કે.વાઘેલા, પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ દિનેશભાઇ, શૈલેષકુમાર, હેમેન્દ્રસિંહ, નિલેશકુમાર, લાલાજી, સન્નીકુમાર, ઇજાજ અહેમદ, તથા રાજેન્દ્રસિંહ, જયસિંહ સહિતનો સ્ટાફ ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા
જે દરમિયાન એલસીબીની ટીમને માહિતી મળી હતી કે સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક, ખૂન, ખૂનની કોશીષ, વ્યથા તથા આર્મસ એક્ટ જેવા ગંભીર પ્રકારના કુલ ૧૦ ગુનાઓમાં સંડોવાયેલો આરોપી ઝાલા નરપતસિંહ ઉર્ફે રેન્ચો રહે. કટોસણ ઉદપુરા તા. જાેટાણા, જિલ્લો મહેસાણાવાળો પોતાના ઘરે હાજર હોઇ તે બાતમીના આધારે એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી આરોપીને ભરતીય બનાવટના માર્કા વાળી પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો.