ગરવી તાકાત પાટણ : સમી તાલુકાના અમરાપુર ગામમાં એક વર્ષ પહેલાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો એલસીબી પોલીસે સચિન જયંતીભાઈ ઠાકોરને રૂ.1.01 લાખની કિંમતના સોનાના બિસ્કિટ સાથે ઝડપી લીધો.પાટણ એલસીબીની ટીમે બાતમી આધારે પોલીસેે સમી ગુજરવાડા ચાર રસ્તા પાસેથી.

સમી તાલુકાના વાહેદપુરા ગામના સચિન જયંતીભાઈ ઠાકોરને પકડી પાડ્યો તેની પાસેથી સોનાનું બિસ્કિટ મળી આવ્યું હતું. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, એક વર્ષ પહેલાં રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર અને સુરેશભાઈ છગનભાઈ ઠાકોર સાથે મળીને અમરાપુર ગામમાં કાંતિભાઈ પટેલના ઘરમાં ચોરી કરી.આ ચોરીમાંથી મળેલું સોનાનું બિસ્કિટ વેચવા માટે તેની પાસે હતા.

પોલીસે આરોપીની ધરપકડ કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ 2023ની કલમ 35(1)ઇ હેઠળ કાર્યવાહી કરી છે. મુદ્દામાલ કલમ 106 મુજબ કબજે કરવામાં આવ્યા હજુ બે આરોપીઓ ફરાર, જેમાં રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર અને સુરેશભાઈ છગનભાઈ ઠાકોર બંને અમરાપુરના રહેવાસી પોલીસે તેમની ધરપકડ માટે તપાસ શરૂ કરી.


